________________
૫૪૬
પ્રભાવક સ્થવિરો
એક સંભારણા રૂપે છાપ્યો હતો.
મહારાજજીએ દીક્ષા પછી પ્રથમ ચાતુર્માસ વડોદરામાં કર્યું. ત્યાર પછી સૂરત, અમદાવાદ થઈ તેમણે ડભોઈમાં ચાતુર્માસ કર્યું. મહારાજજીને ડભોઈ સારુ ધર્મક્ષેત્ર જણાયું. તેમને શ્રી યશોવિજયજી (હાલ પ. પૂ. યશોદેવસૂરિજી–ઉં. ૯૦), શ્રી વાચસ્પતિજી, શ્રી મહાનંદવિજયજી, શ્રી સૂર્યોદયવિજયજી વગેરે તથા છેલ્લે ૫. પૂ. શ્રી રાજરત્નવિજયજી એમ ઘણા બધા ચેલા ડભોઈમાંથી સાંપયા છે.
મહારાજજીએ રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, ધ્રાંગધ્રા, મોરબી, પાલીતાણા, અમદાવાદ, વડોદરા, છાણી, ડભોઈ, સુરત, નવસારી વગેરે સ્થળે એક અથવા બે કે ત્રણ ચાતુર્માસ કર્યા હતાં. પોતાના વતન વઢવાણમાં દીક્ષા પછી પહેલું ચોમાસુ લગભગ તેવીસ વર્ષે કર્યું હતું અને છેલ્લે પાલીતાણાથી પાછા ફરતા એક ચોમાસુ ત્યાં કર્યું હતું.
મહારાજજીએ સૌથી વધુ ચાતુર્માસ મુંબઈમાં કર્યાં હતાં. વચ્ચે સળંગ સત્તર ચાતુર્માસ કર્યા હતાં. મુંબઈનું ક્ષેત્ર ઘણું મોટું છે. મુંબઈ એટલે સિત્તેર ગામનો સમૂહ. એટલે વિવિધ ક્ષેત્રોને લાભ આપતાં ઘણા ચાતુર્માસ થાય એ સ્વાભાવિક છે.
મહારાજશ્રીની નિશ્રામાં મુંબઈથી શત્રુંજય મહાતીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો ત્યારે અમે એક દિવસ માટે મુંબઈના હાઈવે પર શિરસાડથી મનોર ગામ સુધી પગે ચાલીને જોડાયા હતા. તદુપરાંત સંઘ અમારા વતન પાદરામાં પહોંચ્યો ત્યારે પણ એક દિવસ માટે અમે ફરીથી જોડાયા હતાં. પાદરામાં મારાં દાદીમા અમથીબહેન અમૃતલાલના નામથી બંધાયેલા ઉપાશ્રયમાં મુખ્ય પ્રેરણા મહારાજશ્રીની જ હતી એટલે ઉપાશ્રયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ મહારાજશ્રીની નિશ્રામાં, આ સંઘપ્રવેશ વખતે યોજાયો હતો. આ યાત્રાસંઘે જે જે ગામે મુકામ કર્યો ત્યાં ત્યાં જીવદયા, સાધર્મિક ભક્તિ વગેરે પ્રકારનાં ઘણાં સરસ કાર્યો થયાં. વળી એક મહત્ત્વની યાદગાર ઘટના તો એવી બની હતી કે મુંબઈ છોડતા એક કૂતરો સંઘ સાથે જોડાઈ ગયો હતો. પોતે પણ યાત્રિક હોય તેમ સંઘ સાથે તે વિહાર કરતો, વ્યાખ્યાનમાં બેસતો, નવકારશી અને ચોવિહાર કરતો. સંઘ સાથે શત્રુંજય પર્વત પર ચડી આદીશ્વર દાદાનાં એણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org