________________
૫૪૮
પ્રભાવક સ્થવિરો
ભગવંત પાસે કેટલાંક વર્ષ પૂર્વે અમે આજીવન ચતુર્થવ્રતની બ્રહ્મચર્યની બાધા . લીધી હતી ત્યારથી એમનો અમારા પ્રત્યે અપાર વાત્સલ્યભાવ રહ્યો હતો.
પૂજ્ય મહારાજશ્રી પાસે કેટલીક લબ્ધિસિદ્ધિ હતી. એમનું વચન મિથ્યા થતું નહિ. એમના વાસક્ષેપથી પોતાને લાભ થયો હોય એવી વાત ઘણા પાસેથી સાંભળી છે. એમના વાસક્ષેપથી એક ભાઈ પરદેશમાં અકસ્માતથી બચી ગયાની વાત પણ હું જાણું છું. આ શ્રદ્ધાનો વિષય છે. અનેક લોકોને આવા નિઃસ્વાર્થ કરુણાસભર મહાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય એ સ્વાભાવિક છે.
- પૂ. મહારાજશ્રીને પાલીતાણામાં લકવાનો હુમલો થયો અને તેઓ બેશુદ્ધ બની ગયા હતા. પરંતુ એ ગંભીર હાલતમાંથી તેઓ બેઠા થયા અને પોતાના આત્મબળ વડે તેમણે પોતાનાં કેટલાંક અધૂરાં રહેલાં મહત્ત્વનાં કાર્યો પાર પાડયાં.
- પાલિતાણાથી વિહાર કરી, માર્ગમાં એક ચાતુર્માસ વઢવાણમાં કરી મુંબઈ પાછા ફરતાં મુંબઈમાં વિચરતાં વિચરતાં તેઓ છેલ્લે જ્યારે મઝગાંવના ઉપાશ્રયે હતા ત્યારે શનિવાર, તા. ૬ ઠ્ઠી માર્ચ ૧૯૮૨, ફાગણ સુદ ૧૩, સં. ૨૦૩૮ના પવિત્ર દિવસે પરોઢિયે નવકારમંત્રનું રટણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આ સમાચાર વાયુવેગે ચારે બાજુ પ્રસરી ગયા.
પૂ. મહારાજશ્રીની પાલખી બીજે દિવસે ગોડીજીના ઉપાશ્રયેથી નીકળવાની જાહેરાત થઈ. એમના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન માટે સવારથી જ સેંકડો માણસોની લાઈન લાગી ગઈ હતી. હું અને મારાં પત્ની એમનાં દર્શન કરવા ગયાં ત્યારે અડધા કલાકે વારો આવ્યો. અંતિમ દર્શન માટે વ્યવસ્થા પણ સારી રખાઈ હતી. લાખો માણસોએ એમનાં અંતિમ દર્શન કર્યા.
બીજે દિવસે જય જય ભદ્રા બોલાવતી એમની અંતિમ યાત્રા નીકળી. એ માટે ચેમ્બરના દેરાસરના પટાંગણનું સ્થળ નક્કી થયું. ગોડીજીથી ચેમ્બર સુધી બાવીસ કિલોમીટર જેટલી અંતિમ યાત્રામાં લાખો માણસોએ ભાગ લીધો હતો. એમને માટેની ગુણાનુવાદ સભા પણ અંતિમ યાત્રાની જેમ અજોડ અને યાદગાર બની હતી.
પૂજ્ય મહારાજશ્રીનો શિષ્ય-પ્રશિષ્યનો સમુદાય વિશાળ છે, એમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સાહિત્ય-કલારત્ન પૂ. શ્રી યશોદેવસૂરિ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org