________________
શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ
૫૪૯
શતાવધણી પૂ. શ્રી જયાનંદસૂદ (જે કાળધર્મ પામ્યા છે), પ્રખર વ્યાખ્યાતા પૂ. કન કરત્નસૂરિ અને પૂ. સૂર્યોદયસૂરિ તથા છેલ્લા દીક્ષિત શિષ્ય પંન્યાસ શ્રી રાજરત્નવિજયજી વગેરે ઘણા બધા છે. વર્તમાનકાળમાં જિનમંદિર નિર્માણ કે જિર્ણોદ્ધારના ક્ષેત્રે પૂ. શ્રી સૂર્યોદયસૂરિજી સક્રિય છે. લેખનકાર્યમાં શ્રી યશોદેવસૂરિ પછી શ્રી રાજરત્નવિજયજી સક્રિય છે.
મહારાજશ્રીના સર્વ શિષ્યોમાં અનુપમ ગુરુભક્તિ જોવા મળી છે, પરંતુ તેમાં સવિશેષ ઉલ્લેખનીય છે. પૂ. ચંદ્રસેનવિજયજી મહારાજ, આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીની તબિયત બગડી ત્યારથી જીવનના અંત સુધી એમ સતત પાંચ વર્ષ સુધી રાત અને દિવસ એમની પૂરી કાળજીપૂર્વક સંભાળ લીધી હતી. ઊઠવા-બેસવામાં ટેકો આપવો, શૌચાદિ ક્રિયા કરાવવી, મુખમાંથી ઝરતી લાળ સતત સાફ કરતા રહેવું, સમયે સમયે દવાઓ આપવી, આહારપાણીની સંભાળ રાખવી, મહારાજશ્રી અસ્પષ્ટ વાણીમાં શું કહે છે તે મહાવરાથી સમજીને બીજાને કહેવું તથા મહારાજશ્રીના દર્શન માટે સતત જામતી ભક્તોની ભીડને વ્યવસ્થિત અને નિયંત્રિત રાખવી-આ બધું અત્યંત પરિશ્રમભરેલું કાર્ય પૂરી નિષ્ઠાપૂર્વકની ગુરુભક્તિથી પ્રસન્નતાપૂર્વક કર્યું છે જે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.
આચાર્યદેવ શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ એટલે જૈન શાસનના તેજસ્વી સિતારા, જૈન ધર્મ સિદ્ધાંતોના પરમ અભ્યાસી, કર્મશાસ્ત્રોના રહસ્યવેત્તા, દ્રવ્યાનુયોગના નિષ્ણાત, સિદ્ધાંત નિરૂપણમાં વિરલ પ્રતિભાના સ્વામી, સમર્થ વ્યાખ્યાતા, અનેક ગ્રંથોના રચયિતા, અનેક આત્માઓને જિનેશ્વર ભગવાનની આરાધના પ્રત્યે વાળનારા, શતાધિક જિનાલયોનાં જીર્ણોદ્ધારક, સંખ્યાબંધ જિનાલયો, ઉપાશ્રયો, પાઠશાળાઓ, ધર્મશાળાઓ, આયંબિલ ભવનો, ભોજનશાળાઓ, સાધર્મિક સંસ્થાઓના પ્રબળ પ્રેરક, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા-ઉપધાન-ઉદ્યાપન-પદયાત્રા સંઘો, વિવિધ મહોત્સવો આદિના નિશ્રાદાતા, સાતેય સુપાત્રક્ષેત્રો માટે પ્રેરણારૂપ તેમ જ અનેક સામાજિક ક્ષેત્રો માટે કરોડો રૂપિયાની દાનગંગાને વહાવનાર પરમ પ્રભાવી ગુરુભગવંત હતા.
આ લેખમાં પ. પૂ. સ્વ. યુગદિવાકર મહારાજશ્રી માટે સંક્ષેપમાં સંસ્મરણાત્મક રૂપે પરિચય કરાવવામાં આવ્યો છે. હજુ ઘણી વિગતો ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org