________________
શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ
પ૪૫
વિહાર કરવાનું તેમણે સ્વીકાર્યું. તેઓ વહેલી સવારે પોતાના શ્રમણ સમુદાય સાથે બોરડીથી વાજતે ગાજતે નીકળ્યા અને ચાર-પાંચ કિલોમિટર ચાલ્યા. ત્યાં દેરાસરમાં દર્શન-ચૈત્યવંદન કર્યો. અને બોરડી તથા ગોલવડ બંને સંઘો સાથે ત્યાંથી વાજતે ગાજતે નીકળ્યાં. હું તથા મારાં ધર્મપત્ની આ વિહારમાં મહારાજશ્રીની સાથે જ હતાં. આ સુમેળનું દૃશ્ય અત્યંત ઉલ્લાસભર્યું હતું. બોરડી પધારી દેરાસરમાં કારોદ્ધારનો ઉત્સવ સરસ રીતે પાર પડ્યો, પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં બંને ગામના સંઘો વચ્ચે સુમેળ કરાવવા માટે તેમણે આટલું બધું કષ્ટ ઉઠાવ્યું હતું.
પૂ. મહારાજશ્રીનો પ્રભાવ એવો મોટો હતો કે કેટલાયે માણસો યથાશક્તિ જાહેર કાર્ય માટે પોતે જે રકમ દાન તરીકે વાપરવા ઇચ્છતા હોય તેની જાણ મહારાજશ્રીને કરી જતા. કેટલીક વાર મહારાજશ્રીની સૂચના અનુસાર એ રકમ વાપરવાને માટે કેટલાક દાતાઓને એક-બે વર્ષ કે વધુ સમય રાહ જોવી પડતી. મહારાજશ્રીને કોઈ પણ નવું કાર્ય ઉપાડતાં તે પાર પડશે કે કેમ તે વિશે સંશય રહેતો નહિ, કારણ કે દાતાઓ પાસેથી લાખો રૂપિયાનાં વચનો અગાઉથી તેમને મળેલાં રહેતાં. કોઈ પણ કાર્ય માટે મહારાજશ્રી ટહેલ નાખતા કે તરત તે માટે જોઈએ તે કરતાં વધુ નાણાં એકઠાં થઈ જતાં.
મહારાજશ્રી મુંબઈથી વિહાર કરી ગુજરાત તરફ વિચર્યા હતા ત્યારે ભરુચ પાસે દહેજ બંદરમાં એમની પ્રેરણાથી અને સહાયથી ત્યાંના જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો અને ત્યાં પ્રતિષ્ઠાનો પ્રસંગ ભવ્ય રીતે એમની નિશ્રામાં યોજાયો હતો. એ પ્રસંગે એમના ઉમળકાભર્યા આગ્રહને વશ થઈ અમે સહકુટુંબ ત્યાં ગયાં હતાં. એથી એમણે બહુ જ પ્રસન્નતા અનુભવી હતી અને અમને પણ એ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો ઘણો આનંદ થયો હતો.
ઈ. સ. ૧૯૭૪ માં ભગવાન મહાવીરના ૨૫૦૦ માં નિર્વાણ મહોત્સવ પ્રસંગે પૂર્વ આફ્રિકામાં વ્યાખ્યાનો આપવા માટે મને અને મારાં પત્નીને જ્યારે નિમંત્રણ મળ્યું ત્યારે એમની પાસે આશીર્વાદ લેવા ગયેલાં. એ વખતે કેવા કેવા વિષયો પર વ્યાખ્યાનો આપવાં વગેરે ઘણી બાબતો વિશે એમણે સરસ માર્ગદર્શન આપ્યું હતું. એ વખતે આ મહોત્સવ નિમિત્તે મેં ભગવાન મહાવીર અને જૈન ધર્મ વિશે લખેલી અંગ્રેજી પુસ્તિકા માટે એમણે આશીર્વચન લખી આપ્યાં હતાં. એમના જ હસ્તાક્ષરનો બ્લોક બનાવી પુસ્તિકામાં મેં એ બ્લોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org