________________
૫૪૪
પ્રભાવક સ્થવિરો
છે, ત્યાં એમને ફાવે તો થાય,” બહેને અગાશી જોઈને તરત સંમતિ આપી. ત્રણ દિવસ થઈ ગયા હતા તો પણ મહારાજજીએ કહ્યું: “ફિકર ન કરશો. તમને પ્રવેશની વિધિ કરાવી દઇશ.’ આમ ઉપધાન થયાં એ બહેનના જીવનનો એક ધન્ય પ્રસંગ બની ગયો. પરંતુ વિશેષ લાભ એ થયો કે મહારાજજી ઈન્દિરાબહેનને નામથી ઓળખતા થયા. કાયમનો પરિચય થયો.
આ પરિચય પછી ઇન્દિરાબહેન વખતોવખત મહારાજજીને વંદન કરવા જતા એટલે પરિચય ગાઢ થયો હતો. મહારાજશ્રી જ્યારે મુંબઇથી શત્રુંજયનો સંઘ લઈને જવાના હતા ત્યારે ઇન્દિરાબહેનના સાસુજીને એ સંઘમાં જોડાવાની ભાવના થઈ. બહેન પોતાનાં સાસુજીને લઈ ગોડીજીના ઉપાશ્રયમાં પહોંચી ગયાં. તે વખતે મહારાજજીએ કહ્યું, “બધાં નામો ભરાઈ ગયાં છે. હવે એમને લેવાં હોય તો વ્યવસ્થાપકોને પૂછવું પડે.” વ્યવસ્થાપકોએ કહ્યું કે હવે એક પણ જગ્યા નથી. પરંતુ ઈન્દિરાબહેને આગ્રહ રાખ્યો એટલે છેવટે સાંજે મહારાજજીએ જોડાઈ જવા માટે સંમતિ આપી.
પૂ. મહારાજજીના પગલે પગલે ઉત્સવ થતો. તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ઉત્સવનું વાતાવરણ આપોઆપ સર્જાઈ જતું. કેટલેક સ્થળે સ્થાનિક માણસો વચ્ચે સુમેળ ન હોય તો સુમેળ સ્થપાઈ જતો. સુમેળ સ્થાપવા તરફ તેમનું લક્ષ પણ રહેતું. એક પ્રસંગ યાદ છે. દહાણુ પાસે બોરડી અને ગોલવડ નામના બે ગામ છે. ત્યાં જૈનોની, ઠીક ઠીક વસ્તી છે. બોરડીમાં પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. હું અને મારાં પત્ની ત્યાં ગયાં હતા. પ્રતિષ્ઠાના મહોત્સવ દરમિયાન પૂજ્ય મહારાજજીને એવો વહેમ પડ્યો હતો કે આ ઉત્સવમાં ગોલવડના આગેવાનો ઉત્સાહભેર ભાગ લેતા નથી અને કંઈક નારાજ રહ્યા કરે છે. મહારાજશ્રીએ તેમાંના કેટલાકને બોલાવીને દિલથી વાત કરી તો બંને ગામોના જેનો વચ્ચે ઘણો ખટરાગ છે એમ જાણવા મળ્યું. એટલે મહારાજ સાહેબે તેઓને મનાવ્યા અને સભામાં જાહેર કર્યું કે પ્રતિષ્ઠા પછી બીજે દિવસે દ્વાર ઉદ્ઘાટનનો લાભ ગોલવડના સંઘને જ મળવો જોઈએ. આથી ઉછામણીમાં તેઓ ઘણી સારી રકમ બોલ્યા. વળી મહારાજજીએ કહ્યું કે ગોલવડનો સંઘ એમ ને એમ નહિ આવે. બોરડીના સંઘે વહેલી સવારમાં વાજતે ગાજતે ગોલવડ જઈ અને ત્યાંથી એ સંઘને આમંત્રણ આપી બોલાવવો જોઈશે. સંઘ આચાર્ય મહારાજ સાથે હોય તો જ શોભે. આચાર્ય મહારાજને હૃદયરોગની તકલીફ હતી તો પણ જવા-આવવાનો એટલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org