________________
૫૪૨
પ્રભાવક સ્થવિરો
તેમને સેંકડો પંક્તિઓ કંઠસ્થ છે. દરેક પ્રશ્નની છણાવટ તેઓ પૂર્વગ્રહ કે પક્ષપાત વિના તટસ્થપણે કરતા. એમનું હૃદય કરુણાથી છલકાતું.
- પૂ. મહારાજશ્રી સાથે મારો વિશેષ ગાઢ પરિચય તો પ. પૂ. શ્રી યશોવિજયજી મહારાજે ભગવાન મહાવીરનાં ચિત્રપટોનો સંપુટ તૈયાર કર્યો અને એ નિમિત્તે માટે વારંવાર ઉપાશ્રયે જવાનું થયું ત્યારથી થયો હતો. ત્યારપછી ઉત્તરોત્તર એ સંબંધ ગાઢ થતો ગયો હતો. તે એમના કાળધર્મના પ્રસંગ સુધી રહ્યો હતો.
એક વખત મુંબઈમાં વાલકેશ્વર વિસ્તારમાં મહારાજજી સ્થિર હતા ત્યારે તેમને હૃદયરોગની થોડીક તકલીફ ચાલુ થઈ ગઈ હતી. પરંતુ એથી તેમણે પોતાના આવશ્યક કર્તવ્યોમાં જરા પણ પ્રમાદ સેવ્યો નહોતો. વળી તેઓ મનથી ઘણી મોટી નૈતિક હિંમત ધારવતા હતા. એક વખત કોઈ એક બહેને વિનંતી કરી, “મહારાજજી, મારા બા બીમાર છે. તેઓ આપના દર્શન માટે, અને આપના મુખે માંગલિક સાંભળવા ઉત્સુક છે. પરંતુ અમે છઠ્ઠા માળે રહીએ છીએ એટલે કહેવાની હિંમત નથી ચાલતી.” મહારાજજીએ કહ્યું, “તમારાં માજીને કહેજો આવતી કાલે સવારે આઠ વાગે- જરૂર આવીશ. ધીમે ધીમે દાદર ચડી જઈશ. સવારે સાડા સાત વાગે મને તેડવા માટે કોઈક એવું આવે કે જે પોતે મારી સાથે છ દાદર ચડી શકે એમ હોય.' બીજે દિવસે નક્કી કર્યા પ્રમાણે મહારાજજી બે શિષ્યોને સાથે લઈને ત્યાં પધાર્યા, દાદર ધીમે ધીમે શ્વાસ ન ભરાઈ જાય એ રીતે ચઢ્યા અને એ માજીને માંગલિક સંભળાવ્યું અને વાસક્ષેપ નાંખ્યો. એ માજીના જીવનમાં તો કોઈ ઉત્સવ થયો હોય એવું લાગ્યું.
મહારાજજીની સરળતા અને લઘુતા સ્પર્શી જાય તેવાં હતાં. ઈ. સ. ૧૯૫૮ માં અમારાં માતુશ્રીને પક્ષઘાતનો હુમલો આવ્યો. ડાબું અંગ, હાથ, પગ, મોટું વગેરે રહી ગયાં, તરત જ અમે હૉસ્પિટલમાં દાખલ કર્યા. તાત્કાલિક સારવાર મળી ગઈ એટલે બચી ગયાં. હૉસ્પિટલમાં થોડા દિવસ રહી ઘરે આવ્યાં. બાથી થોડું થોડું ચલાવા લાગ્યું અને બોલાવા લાગ્યું. બાને રોજ દર્શન-પૂજાનો નિયમ હતો, પણ હવે તે છૂટી ગયો. છતાં કોઈ કોઈ વખત અમે ટેક્ષી કરીને દર્શન કરવા લઈ જતાં. એક વખત બાને ભાવના થઈ કે વાલકેશ્વર બાબુના દહેરાસરે દર્શન કરવાં છે. અમે એમને લઈ ગયાં. મારાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org