________________
૫૪૦
પ્રભાવક સ્થવિરો
ઘણાં સંમેલનો પણ તેઓશ્રીની નિશ્રામાં યોજાયાં હતાં. તેઓશ્રીની પ્રેરણાથી મુંબઈ–ગોડીજીમાં જગદગુરુ શ્રી હીરસૂરીશ્વરજી સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા સ્થપાઈ. વળી તેના શિક્ષકો અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કાયમી ફંડની વ્યવસ્થા થઈ.
જૈન સાહિત્યના નિર્માણ અને પ્રકાશનમાં પણ પૂજ્યશ્રી ઘણો રસ લેતા હતા. અને તેના પરિણામે, તેઓશ્રીની પ્રેરણાથી, શ્રી મુક્તિ-કલમ-મોહન જૈન ગ્રંથમાળા દ્વારા અનેક ધાર્મિક પ્રકાશનો પ્રગટ થયાં હતાં. તેઓશ્રીએ પણ સં. ૧૯૯૦માં નવતત્ત્વ પ્રકરણ ઉપર સંસ્કૃત ભાષામાં છ હજાર શ્લોકપ્રમાણ “સમંગલા' નામની ટીકા લખેલ હતી. જૈન ભૂગોળનો મહાગ્રંથ લઘુક્ષેત્ર સમાસ, પંચમ (શતક) કર્મગ્રંથ, પટäિશિકાચતુષ્ઠ પ્રકરણ, પ્રશ્નોત્તર મોહનશાળા, શ્રાદ્ધ પ્રતિક્રમણ, વંદિતસૂત્ર આદિના સવિસ્તાર અનુવાદો પણ કર્યા હતા. તેમનો ભગવાન મહાવીરદેવના પૂર્વભવોને આલેખતો મહાગ્રંથ “શ્રમણ ભગવાન મહાવીર' તેમની ઉચ્ચ કોટિની લેખનશૈલીનો પરિચય આપે છે.
મુંબઈમાં જુદી જુદી ધાર્મિક પાઠશાળાઓમાં જુદો જુદો અભ્યાસક્રમ ચાલતો અને તે દરેક પ્રમાણે પરીક્ષા લેવાતી. શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સોસાયટી એ ત્રણેનો પોતપોતાનો જુદો અભ્યાસક્રમ હતો. કોઈ વિદ્યાર્થી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેવા જાય અને ત્યાં પાઠશાળામાં જુદો અભ્યાસ કરાવાતો હોય તો તેણે તે પ્રમાણે નવો અભ્યાસ કરવો પડતો. આ અભ્યાસક્રમ એકસરખો કરવા માટે તે તે સંસ્થાના સૂત્રધારો તૈયાર થવા જોઈએ. કોઈ સમર્થ યોગ્ય વ્યક્તિ નવો એકસરખો અભ્યાસક્રમ તૈયાર કરી આપે તો જ તે માન્ય બને. આ સંજોગોમાં પ. પૂ. શ્રી ધર્મસૂરિજી મહારાજે આ કાર્ય ઉપાડી લીધું. તેમણે વર્તમાન સમયના સંદર્ભમાં વિદ્યાર્થીઓ માટે યોગ્ય એવો અભ્યાસક્રમ તૈયાર કરી આપ્યો. જે ત્રણે સંસ્થાએ માન્ય રાખ્યો. આ અભ્યાસક્રમની જાહેરાત તેમણે ૧૯૭૦ ના જાન્યુઆરીમાં ઘાટકોપરમાં ઉપધાન તપની આરાધના વખતે કરી હતી.
ત્યાર પછી એમણે ધાર્મિક શિક્ષક-શિક્ષિકાના ઉત્કર્ષ માટે એક ફંડની સ્થાપના કરાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org