________________
શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ
૫૩૯
યુવાનીમાં એમણે “બૃહત્ સંગ્રહણી' જેવા દળદાર શાસ્ત્રીય ગ્રંથની રચના કરી.
પૂ. મહારાજશ્રી પાસે પ. પૂ. શ્રી યશોવિજયજીને દીક્ષા લેવાના ભાવ થયા હતા, પરંતુ સ્વજનોનો વિરોધ હતો એટલે મહારાજશ્રીએ એમને એકાંત સ્થળે દીક્ષા આપવાનું નક્કી કર્યું. વડોદરા રાજ્યમાં વળી બાલ દીક્ષા ઉપર પ્રતિબંધ હતો. એટલે પ. પૂ. શ્રી યશોવિજયને કદંબગીરી જેવા એકાંત સ્થળમાં દીક્ષા આપવામાં આવી હતી, મહારાજશ્રીને પ્રથમ શિષ્ય શ્રી યશોવિજયજી માટે એટલો બધો ભાવ હતો કે દીક્ષાવિધિ વખતે તેઓ જે સ્થળે ઊભા હતા એ સ્થળની થોડી રજ (ધૂળ) એક ભાઈ પાસે લેવડાવી હતી અને તે એક નાની શીશીમાં ભરી હતી અને એના ઉપર સ્વહસ્તે લખ્યું હતુંઃ યશ: પવર: | આ શીશી ઘણાં વર્ષો સુધી એમના પોટલામાં સચવાઈ રહી હતી, જે એમના કાળધર્મ પછી જડી આવી હતી.
પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક મહાન અવિરામ શાસન-પ્રભાવનાનાં કાર્યો થતાં રહ્યાં. તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ રહ્યાં ત્યાં ત્યાં જપ-તપ-અનુષ્ઠાનોથી વાતાવરણ આનદ અને મંગળમય બની રહેતું. પૂજ્યશ્રી સમર્થ વ્યાખ્યાતા હતા. ભગવતીસૂત્ર વિશેના વ્યાખ્યાનોમાં તેઓશ્રીની શક્તિ સોળે કળાએ ખીલી ઊઠી હતી. ભગવતી સૂત્રનાં પ્રવચનો પરનો એમનો પ્રગટ થયેલો દળદાર ગ્રંથ આ વાતની સાક્ષી પૂરે છે. ચાતુર્માસ દરમ્યાન મહારાજશ્રી ઉપધાન તપ અવશ્ય કરાવે. તેઓશ્રીની નિશ્રામાં ૨૫ વાર ઉપધાનતપની આરાધનાઓ થઈ છે. આ પ્રસંગોએ પૂજ્યશ્રીની પ્રભાવક પ્રેરણાના બળે લાખો રૂપિયાની ઉપજ થતી. વિવિધ ફંડો પણ થતા અને એ ફંડોમાંથી સુપાત્ર ક્ષેત્રો અને અનુકંપાનાં ક્ષેત્રોને ઘણું ઘણું પોષણ મળતું. પૂજ્યશ્રીની પ્રેરણાથી આશરે ૨૫ જેટલાં ઉજમણાં થયા છે, તેમાં ખાસ કરીને સં. ૨૧ ૧૬-૧૭ માં મુંબઈ–વાલકેશ્વરમાં પપ અને ૭૭ છોડનાં ઉજમણાં અને સં. ૨૦૧૮ માં ગોડી પાર્શ્વનાથ સાર્થ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી ગોડીજી ઉપાશ્રયમાં થયેલું ૧૦૮ છોડનું ભવ્ય ઉજમણું યાદગાર રહેશે.
સમ્યગુજ્ઞાન-ધાર્મિક શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે પણ પૂજ્યશ્રીએ ઘણું લક્ષ્ય આપ્યું હતું. ચાતુર્માસ દરમ્યાન અને શેષકાળમાં વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને તેઓ કર્મ ગ્રંથાદિની વાચનાઓ આપતા. મુંબઈ જેન ધાર્મિક શિક્ષણ સંઘ, જૈન એજ્યુકેશન બોર્ડ આદિનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org