________________
શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ
૫૩૭.
કોટિનો વિનયગુણ, ગુરુદેવોની સતત સેવા, કુશાગ્ર બુદ્ધિ, અથાગ અને અવિરત પરિશ્રમને લીધે ધર્મવિજયે થોડાં વર્ષમાં જ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, કોશાદિ-વિષયો તેમજ આગમો, પ્રકરણો, કર્મશાસ્ત્રો આદિનો તલાવગાહી અભ્યાસ કર્યો. ત્યારબાદ પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને પૂ.આગમોઢારક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થતાં તેઓશ્રીની પાસે તેમણે બૃહદ્ કલ્પભાષ્ય, વિશેષાવશ્યક મહાભાષ્ય, તત્ત્વાર્થસૂત્ર, પંચમાધ્યાય આદિ ઉચ્ચતર શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. તેમની અભ્યાસની લગની કેવી હતી કે અમદાવાદમાં મરચંટ સોસાયટીથી ૬ માઈલનો વિહાર કરીને પાંજરાપોળમાં પૂ. સાગરજી મહારાજ પાસે અધ્યયન માટે જતા. પૂ. સાગરજી મહારાજ અન્ય સમુદાયના હતા તો પણ ગુરુભગવંતોએ એ માટે સંમતિ આપી હતી. શાસ્ત્રોના અભ્યાસની આવી અપૂર્વ રુચિને લીધે મહારાજશ્રી કર્મપ્રકૃતિ અને કર્મશાસ્ત્રોમાં એટલા નિષ્ણાત બન્યા કે શ્રમણ સમુદાયમાં તેઓશ્રીની ગણના દ્રવ્યાનુયોગના એક ઉચ્ચતમ જ્ઞાતા તરીકે થવા લાગી.
પૂજ્યશ્રીને ગ્રહણ અને આસેવન–બંને પ્રકારની શિક્ષામાં આગળ વધેલા જોઈ પૂજયપાદ આચાર્યશ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજે પાલીતાણામાં સં. ૧૯૮૭માં માગશર માસમાં પ્રથમ પ્રવર્તક પદ અને તે પછી સં. ૧૯૯૨માં કારતક સુદ ૧૪ના દિવસે ભગવતીજી વગેરે યોગોદહન કરાવી ગણિ–પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યારપછી સં. ૨૦૦૨માં કારતક વદ બીજના દિવસે અમદાવાદમાં પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે વિરાટ માનવમેદનીની ઉપસ્થિતિમાં પૂ. ધર્મવિજયજીને ઉપાધ્યાયપદે આરૂઢ કર્યા. તે પ્રસંગે પૂ. નેમિસૂરિએ સભામાં કહ્યું કે મારી ઇચ્છા તો સીધી આચાર્યપદવી આપવાની હતી, પણ પૂ. ધર્મવિજયજીએ એનો અસ્વીકાર કર્યો, પરંતુ એમ કહ્યું કે જ્યારે પણ પોતે આચાર્યની પદવી લેશે ત્યારે તે મારી (પૂ. નેમિસૂરિ મહારાજ) પાસે લેશે.
ત્યારબાદ સં. ૨૦૦૬માં મુંબઈ, ગોડીજીના ચાતુર્માસ પ્રસંગે ભાયખલામાં ઉપધાન તપની માલારોપણનો પ્રસંગે ઉપસ્થિત થતાં મુંબઈ મહાનગરનાં તમામ સંઘોની ભાવભરી વિનંતીથી પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org