________________
[૨૧]
શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ
પ. પૂ. સ્વ. યુગદિવાકર શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું આ જન્મ શતાબ્દી વર્ષ છે.
આ અવસરે એમના એક શિષ્ય પ. પૂ. શ્રી સૂર્યોદયસૂરિજી અને પ્રશિષ્ય પ. પૂ. શ્રી રાજરત્નવિજયજીએ ઘણી બધી વિગતો સાથે અને જૂના વખતના ઘણા ફોટાઓ સાથે આર્ટ પેપર ઉપર વિશાળ, દળદાર (અને વજનદાર) શતાબ્દી સ્મારક ગ્રંથ પ્રગટ કર્યો છે. એમાં ઘણી ઘટનાઓનું સવિગત વર્ણન કર્યું છે. આમ પ. પૂ. શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ માટે એક યાદગાર ગ્રંથ પ્રકાશિત થયો છે.
ઈસ્વી. સનના વીસમા સૈકામાં જે કેટલાક મહાન પ્રભાવક જૈનાચાર્ય થઈ ગયા તેમાંના એક તે પ. પૂ. સ્વ. વિજયધર્મસૂરિજી મહારાજ છે. એમના સાધુજીવનનો પૂર્વકાળ તલસ્પર્શી અધ્યયન અને લેખનમાં પસાર થયો હતો અને ઉત્તરકાળ જિનમંદિરોનાં નિર્માણ, સાધર્મિક ક્ષેત્રોને સંગીન બનાવવાં વગેરેમાં વીત્યો હતો..
મહારાજશ્રી જ્યાં જ્યાં વિચર્યા અને જ્યાં જ્યાં દેશના આપી ત્યાં ત્યાં મહાન ધર્મપ્રવૃત્તિઓ થઈ છે, જેમાં ગોડીજીના ઉપાશ્રય માટે સાડા પાંચ લાખ, ચેમ્બુર તીર્થ નિર્માણ માટે ૧૦ લાખ, મુંબઈ જૈન ધર્મશાળા– ભોજનશાળા માટે ૨૦ લાખ, ઘાટકોપર–શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિર માટે ૨૦ થી ૨૫ લાખ, પાલીતાણામાં શ્રમણી વિહાર માટે ૧૦ લાખ, શ્રી શત્રુંજય હૉસ્પિટલ માટે ૨૫ લાખ, આરાધના માટે ધર્મવિહાર બાંધવા ૪ લાખ–આમ, પૂજ્યશ્રીની પ્રેરણાથી કરોડો રૂપિયાનો દાનપ્રવાહ વહ્યો છે.
મહારાજશ્રીનો જન્મ સં. ૧૯૬૦ ના શ્રાવણ સુદ ૧૧ ને શુભ દિવસે સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં વીશા શ્રીમાળી જૈન કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ હીરાચંદ રઘુભાઈ શાહ અને માતાનું નામ છબલબેન હતું. મહારાજનું જન્મનામ ભાઈચંદભાઈ હતું. તેમની ૬ વર્ષની વયે પિતાનું અવસાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org