________________
શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ
૫૪૩
બહેન ઈન્દિરાબહેન હંમેશાં સાથે હોય જ. દર્શન કરતાં અમને જાણવા મળ્યું કે પ. પૂ. શ્રી ધર્મસૂરિજી મહારાજ ઉપાશ્રયમાં પહેલે માળે બિરાજમાન છે. ઇન્દિરાબહેને ઉપર જઈ મહારાજશ્રીને બધી વાત કરીને વિનંતી કરી. તે વખતે સાત આઠ માણસો મહારાજશ્રી પાસે બેઠા હતા અને કંઈક વાત ચાલી રહી હતી, તોપણ મહારાજશ્રી તરત ઊભા થયા, નીચે આવ્યા અને બાને માંગલિક સંભળાવ્યું તથા વાસક્ષેપ નાખ્યો. એ વખતે મહારાજશ્રીની સરળતા હૃદયને સ્પર્શી ગઈ હતી.
પૂજ્ય મહારાજશ્રી પાસે વંદન અર્થે આવેલા લોકોની હંમેશાં ભીડ રહેતી. તેનું કારણ નાનામોટાં સહુની સાથે તેઓ આત્મીયતા દાખવતા. એને લીધે કોઈને એમની પાસે જતાં સંકોચ થતો નહિ. આચાર્ય મહારાજ પોતે દરેકની વાતમાં પૂરો રસ લઈ તેને યોગ્ય માર્ગદર્શન આપતા. સેંકડો નહિ બલકે હજારો માણસોને તેઓ નામથી ઓળખતા. એમની પાસે કોઈ જાય કે તરત તેઓ નામ દઈને બોલાવતા. તેઓ ઉમરમાં મોટા હતા એટલે કેટલાંયને એક વચનમાં સંબોધતા. પરંતુ એથી તેમનામાં રહેલું પિતૃતુલ્ય વાત્સલ્ય પ્રતીત થયું અને તેને લીધે તે વિશેષ ગમતું.
મારાં બહેન ઈન્દિરાબહેનને એક બહેને કહ્યું, “ઘાટકોપર ધર્મસૂરિજી મહારાજ ઉપધાન કરાવે છે. તમારે જોડાવું છે ? બહેને કહ્યું, “મને જોડાવાનું બહુ મન થાય છે. પણ મને કશી વિધિ કે સૂત્રો આવડતાં નથી.” એ બહેને કહ્યું, “તમને એક નવકારમંત્ર આવડે તો પણ બસ થયું. મહારાજ સાહેબ તમને બધી વિધિ કરાવશે.” વિચાર કરતાં બે દિવસ થઈ પણ ગયા. વળી કોઇનો સંગાથ હોય તો જવું ગમે. મારાં ભાણી સરોજને તૈયાર કરી. ઉપધાન શરૂ થયાંને ત્રણ દિવસ વીતી ગયા હતા. તેઓ બેગમાં કપડાં અને ઉપકરણો લઈ ઘાટકોપર પહોચ્યાં. આચાર્ય મહારાજે કહ્યું, “બહેન, જગ્યા બધી ભરાઈ ગઈ છે. વળી મોડું પણ થયું છે.” ઈન્દિરાબહેને કહ્યું. “અમને બે દિવસ પહેલાં જ ખબર પડી. વળી અમને કશી વિધિ આવડતી નથી. પણ મહારાજજી! આ વખતે થયું તો થયું નહિ તો જિંદગીમાં ક્યારે ઉપધાન થશે એ ખબર નથી.' એમ બોલતાં બોલતાં બહેનની આંખથી દડદડ આંસુ પડ્યાં. મહારાજજીએ તરત એક કાર્યકર્તાને બોલાવ્યો. ક્યાંય જગ્યા નહોતી. “પરંતુ અગાશી ખાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org