________________
શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ
૫૪૧
સં. ૨૦૩૧ માં ચૈત્ર માસમાં મુંબઈ-ગોવાલીયા ટેંકના ગષ્ટ ક્રાંતિ મેદાનમાં ૫ દિવસ સુધી મહાવીર ભગવાનની ૨૫ મી નિર્વાણ શતાબ્દી અભૂતપૂર્વ ઉત્સવ સાથે ઉજવાઈ, તેમાં પૂજ્યશ્રીની પ્રેરણા પ્રમુખ હતી. સં. ૨૦૩૩ માં મુંબઈથી શત્રુંજય મહાતીર્થ પદયાત્રા સંઘ અને સં. ૨૦૩૪ માં પાલીતાણાથી ગિરનાર તીર્થ પદયાત્રા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા હતા. આ સર્વ કાર્યો પૂજ્યશ્રીની પ્રૌઢ પ્રતિભાના સીમાચિહ્નો છે.
જૈન સમાજ અને જૈન ધર્મ ઉપરાંત જનસેવાની પ્રવૃત્તિઓમાં પણ પૂજ્યશ્રી પ્રસંગોપાત યોગદાન આપતા રહ્યા હતા. સં. ૨૦૨૮ અને ૨૦૨૯ માં ગુજરાતમાં પડેલા દુષ્કાળ વખતે તેઓશ્રીની પ્રેરણાથી અનેક રાહતકાર્યો થયા હતાં. પૂજ્યશ્રીએ સં. ૧૯૯૮ માં પોતાના વતન વઢવાણમાં ચાતુર્માસ કરેલું. તે પછી ૩૭ વર્ષે સં. ૨૦૩૫ માં, વઢવાણ સંઘની ઘણી વિનંતીઓને અંતે ચાતુર્માસ પધાર્યા. વઢવાણ અને સુરેન્દ્રનગર તેમ જ ઝાલાવાડ વિસ્તારના અને મુંબઈના ભાવિકોએ પૂજ્યશ્રીનો અમૃત મહોત્સવ ઉજવવાની વિશાળ પાયે તૈયારીઓ કરી, લાખોનું ફંડ એકત્રિત કર્યું, પરંતુ મહોત્સવની ઉજવણી આરંભાય તે પહેલાં મચ્છુ ડેમની મોરબીની હોનારત સર્જાઈ. એટલે પૂજ્યશ્રીએ સર્વ સંઘોને બોલાવીને પોતાના અંતરની ભાવના જણાવી કે અમૃત મહોત્સવ ઉજવવો બંધ રાખો અને એ સઘળા ફંડનો ઉપયોગ હોનારતનો ભોગ બનેલા માનવસમાજ માટે કરો. આ પ્રસંગથી પૂજ્યશ્રીની પ્રતિભા લોકાદર પામીને મહાન બની ગઈ.
પૂજ્ય આચાર્ય મહારાજનો અમારા કુટુંબ ઉપર અનહદ ઉપકાર હતો. હું એમના સંપર્કમાં આવ્યો હતો. એ માટે મને તક અપાવી હતી મારા મિત્ર રોક્ષીવાલા શ્રી બાબુભાઈ (વ્રજલાલ) કપુરચંદ મહેતાએ. તેઓ દર મંગળવારે રાતે આઠ વાગે પૂજ્ય મહારાજ સાહેબ જ્યાં હોય ત્યાં જતા અને ધર્મચર્ચા કરતા. તેમણે મને પણ એમાં જોડાવાનું આમંત્રણ આપેલું. અમે છ-સાત મિત્રો જતા. બાબુભાઈ પોતાની ગાડીમાં દરેકના ઘરેથી લઈ જતા અને પાછા ઘરે મૂકી જતા. ચેમ્બર ચાતુર્માસ હોય તો ચેમ્બર સુધી પણ અમે જતા. પૂ. મહારાજજી કોઈ એક શાસ્ત્રગ્રંથનું અમને અધ્યયન કરાવતા. ત્યારે અમને પ્રતીતિ થતી કે એમણે આપણા શાસ્ત્રગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું છે. શાસ્ત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org