________________
૫૩૮
પ્રભાવક સ્થવિરો
વરદ્ હસ્તે સં. ૨૦૦૭ના પોષ વદ પાંચમે તેમને આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. - પૂ. મહારાજશ્રીએ તો પૂ. નેમિસૂરિદાદાને વચન આપ્યું હતું, પરંતુ ત્યારે પૂ. નેમિસૂરિદાદા કાળધર્મ પામ્યા હતા એટલે એમના પટ્ટધર પૂ. શ્રી ઉદયસૂરિ પાસે આ આચાર્યપદવી પ્રદાન માટે આજ્ઞા મંગાવવામાં આવી હતી. વિશાળ માનવ સમુદાય વચ્ચે મહામહોત્સવપૂર્વક ઉજવાયેલા આ અવિસ્મરણીય અવસર પછી પૂજ્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ તરીકે વિખ્યાત થયા. સં. ૨૦૨૦માં વાલકેશ્વરમાં ઉપધાન તપ માળારોપણ પ્રસંગે મુંબઈના તમામ સંઘોએ પૂજ્યશ્રીને “યુગદિવાકર'નું બિરૂદ અપૂર્વ સન્માનપૂર્વક અર્પણ કર્યું.
મહારાજશ્રીને દીક્ષા લેવા માટે પ્રેરણા કરનાર એમનાં માતુશ્રી છબલબહેન હતાં. દીક્ષા લીધા પછી મહારાજશ્રીનાં માતુશ્રી છબલબહેન જ્યાં જ્યાં અવકાશ મળે ત્યાં ત્યાં જઈ પોતાના પુત્ર મુનિના વ્યાખ્યાનમાં બેસતાં. ધીમે ધીમે એમને પણ વૈરાગ્યનો રંગ લાગ્યો. મહારાજશ્રી એમને દીક્ષા લેવા માટે પ્રેરણા કરતા રહ્યા. એમ કરતાં એ ધન્ય દિવસ આવ્યો જ્યારે છબલબહેને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. મહારાજશ્રીના માતુશ્રીએ પ. પૂ. શ્રી મોહનસૂરિજીની આજ્ઞાવર્તિની સાધ્વીશ્રી જયંતશ્રીજીનાં શિષ્યા શ્રી ગુલાબશ્રી અને એમનાં શિષ્યા પૂ. શ્રી જ્ઞાનશ્રીજી પાસે અમદાવાદમાં દીક્ષા લીધી. એમનું નામ શ્રી કુશલશ્રીજી રાખવામાં આવ્યું. એમનામાં ત્યાગ વૈરાગ્ય ઉચ્ચ કોટિનાં હતાં. પૂ. મહારાજશ્રીએ એમને શાસ્ત્રાભ્યાસ કરાવ્યો. પોતે પૂર્વાવસ્થામાં ધાર્મિક શિક્ષિકા હતાં અને સંસ્કૃત પ્રાકૃત શીખ્યાં હતાં એટલે અભ્યાસ કરતાં વાર ન લાગી. ઉત્તરાવસ્થામાં તેમને પક્ષઘાતનો હુમલો થયો હતો તો પણ અંતિમ ક્ષણ સુધી એમણે સારી સમતા ધારણ કરી હતી. અંત સમયે મહારાજશ્રીએ એમને નિર્ધામણા કરાવ્યાં હતાં.
મહારાજશ્રી વિજયધર્મસૂરિજીના સર્વ પ્રથમ શિષ્ય તે પૂ. શ્રી યશોવિજયજી મહારાજ. ડભોઇના તે વતની અને કિશોરવયમાં તેમણે દીક્ષા લીધી હતી. મહારાજશ્રીને એમને માટે ખૂબ લાગણી હતી. કંઠ્ય સંગીત, નાટક, નૃત્ય, વાજિંત્ર, શિલ્પ સ્થાપત્ય વગેરે વિવિધ કળાઓમાં એમણે સારી નિપુણતા મેળવી હતી. મહારાજશ્રીએ એમને ઘણો સંગીન શાસ્ત્રાભ્યાસ કરાવ્યો કે ઉગતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org