________________
શ્રી પુણ્યવિજયજી મહારાજ
૫૨૭.
કૉલેજમાં ભણાવવાનું હતું. એટલે આખો દિવસ સમય મળતો. આથી ડો. બેન્ડર અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી રોજેરોજ દુભાષિયા તરીકે જવાનું મેં ચાલુ કર્યું. ડૉ. બેન્ડરે ઋષિવર્ધનકૃત નલરાય–દવદંતી ચરિત'નું સંપાદન કર્યું હતું. એટલે મારા શોધનિબંધ માટે એ સંપાદન પણ ઉપયોગી થઈ પડ્યું અને ડૉ. બેન્ડર સાથે પછીથી તો એવી મૈત્રી બંધાઈ કે ભારતમાં જ્યારે જ્યારે આવે ત્યારે ત્યારે મારો સંપર્ક કર્યા વગર રહે નહિ. મુંબઈ યુનિવર્સિટીમાં મેં એમનાં બધા વ્યાખ્યાનો પણ ગોઠવેલાં. - નળ-દમયંતીની કથા વિશેના શોધનિબંધની પૂર્વતૈયારીમાં મેં જે કેટલીક કૃતિઓ નોંધી હતી તેમાં સમયસુંદરકત “નલદવદંતી રાસ' પણ હતો. પરંતુ એ કૃતિ અપ્રગટ હતી એટલે હસ્તપ્રતને આધારે એનો અભ્યાસ કરવાનો હતો. હસ્તપ્રતની લિપિ બરાબર વાંચતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજ સાહેબ પાસેથી એ મને શીખવા મળ્યું, એટલું જ નહિ, એમની પ્રેરણાથી સમયસુંદરની એ કૃતિનું સંપાદન કરવાનું કાર્ય પણ મેં હાથ ધર્યું, જેમાં પૂજ્ય મહારાજસાહેબના શિષ્ય પૂજ્ય દર્શનવિજયજી મહારાજે પણ ઘણી સહાય કરી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના હાથ નીચેની તાલીમને પરિણામે એ સંપાદન સારી રીતે તૈયાર થઈ શક્યું. એથી જ એ જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થયું ત્યારે મેં એ પુસ્તક એમને અર્પણ કર્યું હતું. આમ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલી જૈન રાસાદિ કૃતિઓનાં સંશોધન-સંપાદનના ક્ષેત્રમાં પૂજ્ય મહારાજસાહેબે જ મને પ્રવેશ કરાવ્યો અને એમની જ પ્રેરણાથી ત્યારપછી મેં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીકૃત ‘જંબૂસ્વામી રાસ'નું સંપાદન પણ તૈયાર કરી પ્રકાશિત કર્યું. એમાં મહારાજશ્રીએ આશીર્વચન લખી આપ્યાં હતાં.
ઈ. સ. ૧૯૫૫-૫૬માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક વર્ષ કામ કરી મારે મુંબઈ પાછા ફરવાનું થયું. પૂજ્ય મહારાજસાહેબને વંદન કરવા ગયો ત્યારે મારો ધર્મ પ્રત્યેનો અનુરાગ વધતો જોઈને એમણે મને સંભારણા તરીકે પ્રાચીન કલાત્મક સિદ્ધચક્રજીની ભેટ આપી, જેના નિત્ય-દર્શન-વંદનને પરિણામે, મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ કે, મને જીવનમાં અસાધારણ લાભો થયા છે.
મુંબઈ આવીને પૂજ્ય મહારાજસાહેબ સાથે પત્રવ્યવહાર દ્વારા સંપર્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org