________________
૫૩૦
પ્રભાવક સ્થવિરો
આવી પડ્યો. એમના પતિ ડાહ્યાભાઈનું અકાળ અવસાન થયું. વૈધવ્યનું ભારે દુઃખ માણેકબહેનને માથે આવી પડ્યું. આવી વિષમ સ્થિતિમાં ધર્મનું શરણ આશ્વાસનરૂપ બની જાય. માણેકબહેન ધર્મ તરફ વળી ગયાં. દીકરાને શાળામાં ભણવા મોકલ્યો. દીકરો મોટો થાય પછી પોતે દીક્ષા લઈ સંયમજીવન ગાળવું એવી ભાવના તેઓ સેવવા લાગ્યાં. એમ કરતાં મણિલાલ ચૌદેક વરસની ઉમરના થયા. માણેકબહેનને દ્વિધા હતી કે મણિલાલને કોના હાથમાં સોંપીને દીક્ષા લેવી? બીજી બાજુ મણિલાલની રુચિ અને પ્રકૃતિ જોતાં એમને લાગ્યું કે મણિલાલને જાણે ઘરસંસાર કરતાં સંયમને માર્ગે વાળવામાં આવે તો તેઓ જીવનને વધુ સાર્થક અને ઉજ્જવળ કરી શકશે. કિશોર મણિલાલે પણ એ માટે હર્ષપૂર્વક સંમતિ દર્શાવી. આથી વિ. સં. ૧૯૬૫ના મહા વદ પાંચમના રોજ છાણી (વડોદરા પાસે)માં મુનિવર્ય શ્રી ચતુરવિજયજી પાસે મણિલાલને દીક્ષા આપવામાં આવી ! મણિલાલનું નામ રાખવામાં આવ્યું “મુનિ પુણ્યવિજયજી.”
મણિલાલની દીક્ષા પછી માણેકબહેને ઘરની બધી જવાબદારીઓ અને બીજી બધી વ્યવસ્થા સમેટી લીધી. પછી તેઓ પાલિતાણા ગયાં. ત્યાં મોહનલાલજી મહારાજના સમુદાયમાં એમણે દીક્ષા લીધી. એમનું નામ રાખવામાં આવ્યું સાધ્વી શ્રી રત્નશ્રી. આમ, માતા અને પુત્ર બંને સંયમના પંથે વળ્યાં.
દીક્ષા પછી પૂ. પુણ્યવિજયજી મહારાજે પોતાના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ પાસે તથા દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ પાસે સારો અભ્યાસ કર્યો. તદુપરાંત એમણે પૂ. સાગરાનંદજી મહારાજ, પૂ. લાવણ્યવિજયજી મહારાજ, પંડિત સુખલાલજી, શ્રી કુંવરજી આણંદજી, પંડિત નિત્યાનંદ શાસ્ત્રી, પંડિત ભાઈલાલભાઈ, પંડિત વીરચંદભાઈ મેઘજી વગેરે પાસે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, જૂની ગુજરાતી વગેરે ભાષાઓનો, શાસ્ત્રગ્રંથોનો, જુદા જુદા સૈકાઓની લિપિઓનો તથા હસ્તપ્રતોનાં સંશોધન-સંપાદનની પદ્ધતિનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો. જૈન દર્શન ઉપરાંત અન્ય દર્શનોનું પણ એમણે સારું અધ્યયન કર્યું. મહારાજશ્રીની વિદ્વત્તાનો સમાજને અને વિશેષતા સુશિક્ષિત વર્ગને સારો પરિચય થયો. તે એટલે સુધી કે પોતે કૉલેજ-યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો ન હોવા છતાં જુદી જુદી યુનિવર્સિટીઓ તરફથી તેમની પીએચ.ડી.ના પરીક્ષક તરીકે નિમણૂક થતી. ઈ. સ. ૧૯૬૧માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org