________________
૫૨૦
પ્રભાવક સ્થવિરો
શત્રુંજય, શંખેશ્વર ઇત્યાદિ તીર્થોની યાત્રા કરી, માંડલથી શંખેશ્વરની યાત્રા માટે એમની નિશ્રામાં સંઘ નીકળ્યો, અમદાવાદમાં તેઓએ તપગચ્છના મહાત્માઓ શ્રી મૂળચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથે ઉજમફોઇના ઉપાશ્રયે સ્થિરતા કરી. વળી આ સમય દરમિયાન એમણે દેવચંદ્રજી, ભાઈચંદ્રજી, કલ્યાણચંદ્રજી, મોતીચંદજી, ખીમચંદજી વગેરેને દીક્ષા આપી. એમાં બે ભાઈઓ તો કચ્છના સ્થાનકવાસી નાની પક્ષના હતા. તેઓએ મૂર્તિપૂજક પાર્શ્વચન્દ્ર ગચ્છમાં મહારાજશ્રીના હસ્તે દીક્ષા લીધી.
શ્રી કુશળચંદ્રજી જ્યારે કાઠિયાવાડમાં વિચરતા હતા એ કાળે પંજાબથી આવેલા સ્થાનકવાસી સાધુઓ શ્રી બુટેરાયજી મહારાજ, શ્રી મુક્તિચંદ્રજી ગણિ (શ્રી મૂળચંદજી મહારાજ), શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ કે જેઓએ હવે સંવેગી દીક્ષા ધારણ કરી હતી તેઓને મળવાનું અને એમની સાથે રહેવાનું બન્યું હતું. શ્રી કુશળચંદ્રજી મહારાજ જ્યારે લીંબડીમાં હતા ત્યારે શાસ્ત્રજ્ઞ શ્રી આત્મારામજી મહારાજ સાથે એક મહિનો રહ્યા હતા અને ઘણી ધર્મચર્ચા થઈ હતી. આથી શ્રી આત્મારામજી મહારાજનો પ્રભાવ શ્રી કુશળચંદ્રજી પર સારો પડ્યો હતો અને પોતાની સંવેગી દીક્ષામાં બળ મળ્યું હતું.
શ્રી કુશળચંદ્રજીએ એ જમાનામાં એક મહત્ત્વનું કાર્ય કર્યું તે ‘ક્રિયોદ્ધાર'નું હતું. સાધુઓમાં જ્યારે આચારની શિથિલતા આવે છે, નિયમોમાં છૂટછાટ લેવામાં આવે છે, ત્યારે કોઈ પ્રભાવશાળી મહાત્મા ‘ક્રિયોદ્વાર'ની વિધિ કરાવે છે. એમાં સ્વેચ્છાએ જેઓને જોડાવું હોય તે જોડાય છે. પરંતુ ક્રિયોદ્વારમાં દાખલ થનાર યતિ કે મુનિ પછી નવા નિયમો અનુસાર સાધુજીવન જીવવાના પચ્ચખાણ લે છે.
એ જમાનામાં કચ્છમાં પાર્શ્વચન્દ્ર ગચ્છમાં અને અન્ય ગચ્છમાં પણ યતિઓ–ગોરજીઓનું વર્ચસ્વ હતું. યતિઓ જૈન સાધુ હોવા છતાં મકાન ધરાવતા, સોનું-ચાંદી પાસે રાખતા, પાલખીમાં બેસતા, વાહનમાં જતાઆવતા અને ઠાઠમાઠથી રહેતા. શ્રી કુશળચંદ્રજીના ગુરુ શ્રી હર્ષચંદ્રજીએ સંવેગી સાધુનું જીવન ચાલુ કર્યું હતું, પરંતુ એમના કેટલાક ચેલાઓ હજુ યતિજીવન જીવતા હતા. એમાંના એક તે શ્રી મુક્તિચંદ્રજી હતા. એમણે એક ૧૭–૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org