________________
શ્રી કુશળચંદ્રજી મહારાજ
૫૨૩
શરૂઆત કરાવી હતી.
. શ્રી કુશળચંદ્રજી પોતાના જીવનની ઉત્તરાવસ્થાનાં બાવીસ જેટલાં વર્ષ કચ્છમાં વિવિધ સ્થળે વિચર્યા. આ વર્ષોમાં કચ્છના જૈન સંઘો ઉપર એમના નિર્મળ ચારિત્રનો અને સરળ સ્વભાવનો ઘણો મોટો પ્રભાવ પડુયો હતો. એકંદરે તેમનું શરીર સારું રહેતું હતું. તેઓ માંદા પડ્યા હોય એવું ખાસ ક્યારેય બન્યું નથી. પરંતુ વૃદ્ધાવસ્થામાં ૮૫ વર્ષની ઉંમરે વિહારની અશક્તિને કારણે એમણે કોડાયમાં જ સ્થિરવાસ કરી લીધો હતો. છેલ્લાં ત્રણ ચાતુર્માસ એમણે કોડાયમાં કર્યાં હતાં. વિ. સં. ૧૯૬૯માં ૮૬ વર્ષ પૂરાં કરી એમણે ૮૭મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. એ વર્ષે પર્યુષણ પર્વ પ્રસંગે બધાં સાથે ક્ષમાપના કરી લીધી હતી. ત્યાર પછી ભાદરવા સુદ ૧૦ ને બુધવારના રોજ સવારે બધાંને “
મિચ્છામિ દુક્કડ' કહી સાડા અગિયાર વાગે ૮૭ વર્ષની ઉમરે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો હતો.
એમના કાળધર્મથી પાચંદ્ર ગચ્છ અને સકલ સંઘને એક મહાન તેજસ્વી ધર્મોદ્ધારક આત્માની ખોટ પડી. એમના કાળધર્મના સમાચાર કચ્છ, કાઠિયાવાડ વગેરે પ્રદેશમાં પ્રસરી ગયા અને અનેક લોકોએ પોતાના પ્રિય અને પૂજ્ય માર્ગદર્શકની વસમી વિદાયનો શોક અનુભવ્યો. એમના ભક્તગણમાંથી કેટલાકે પોતાની વિરહવેદના કવિતામાં વ્યક્ત કરી હતી. એ વખતે મુનિ શ્રી કુશળચંદ્રજી વિરહ' નામની પુસ્તિકા પણ પ્રગટ થઈ હતી જેમાં આવાં વિરહગીત છપાયાં
હતાં.
શ્રી કુશળચંદ્રજી મહારાજે કચ્છમાં ધર્મના ક્ષેત્રે જે મહત્ત્વનું કાર્ય કર્યું એને લીધે કચ્છી પ્રજાનો એમના પ્રત્યેનો પૂજ્યભાવ ઘણો બધો રહ્યો છે. આથી જ કચ્છના ઘણા જૈન ઉપાશ્રયોમાં કે ગુરુમંદિરોમાં કુશળચંદ્રજીનો ફોટો જોવા મળે છે. શ્રી કુશળચંદ્રજીને શ્રી ભાતચંદ્રજીનો ઘણો સારો સાથ અને સહકાર સાંપડુયો હતો. એથી જ કોડાયમાં ત્યારે ગુરુમંદિરમાં શ્રી કુશળચંદ્રજીની અને શ્રી ભાતચંદ્રજીની મૂર્તિ સાથે પધરાવવામાં આવી હતી, જેનાં દર્શન આજે પણ લોકો કરે છે
શ્રી ભુવનચંદ્રજી મહારાજે “મંડલાચાર્ય શ્રી કુશળચંદ્રજી ગણિવર' નામના પોતાના ગ્રંથમાં લખ્યું છે, “શ્રી કુશળચંદ્રજી ગણિવરના વ્યક્તિગત અને કાર્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org