________________
૫૨૪
પ્રભાવક સ્થવિરો
સારાંશ એક શબ્દમાં આપવો હોય તો તે શબ્દ છે ‘સંવેગ.’ તીવ્ર વૈરાગ્ય, ઉત્કૃષ્ટ આચરણ, આચારપાલનમાં દૃઢતા-સંવેગ શબ્દ આ બધી ભાવનાઓને આવરી લે છે.’
શ્રી દીપચંદ્રજી મહારાજે પોતાના ગુરુ ભગવંત શ્રી કુશળચંદ્રજી માટે લખેલી પાંચ કડીની સ્તુતિમાં કહ્યું છેઃ
જે જ્ઞાની ધ્યાની ને અમાની, રાગદ્વેષ કર્યા પરા,
વળી શાન્ત દાન્ત મહંત ને ગુણવંત ગીતારથ ધ૨ા, આર્જવ અને માર્દવગુણે કરી, ચરણ ચૂકે નહિ કદા, મુનિરાજ માનસહંસ સમ શ્રી કુશળચંદ્ર નમું સદા
.X X X
સંવેગ રંગ તરંગ ઝીલી આત્મર૫ણે મહાલતા, ગુરુ બાહ્ય અંતર જે નિરંતર સત્ય સંયમ પાળતા; તસ પાદપંકજ દીપ મધુકર શાંતિ પામે સર્વદા, મુનિરાજ માનસહંસ સમ શ્રી કુશળચંદ્ર નમું સદા. વીસમી શતાબ્દીના આવા મહાન મુનિરાજને નત મસ્તકે વંદના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org