________________
૫૨ ૨
પ્રભાવક સ્થવિરો
પણ એમનો વિરોધ કરતા નહિ. સ્થાનકવાસી સાધુઓ પણ એમના પ્રત્યે પૂજ્યભાવ રાખતા અને એમની પાસે કર્મગ્રંથ અને પ્રકરણ ગ્રંથો ભણવા આવતા. અચલગચ્છીય યતિઓ પણ તેમના માનમાં દેરાસરમાં મોટી પૂજા ભણાવતા. મહારાજશ્રી આયંબિલની ઓળી અને બીજી તપશ્ચર્યાઓ બહુ સરસ ઉલ્લાસપૂર્વક કરાવતા. જ્ઞાનપંચમીની આરાધના માટે તેઓ આગ્રહ રાખતા અને તે દિવસે જ્ઞાનની મોટી પૂજા ભણાવતા. ચાતુર્માસમાં વ્યાખ્યાનમાં વાંચન માટે તેઓ આગમગ્રંથો અને ચરિત્રો લેતા અને શ્રોતાસમુદાયને સરસ ઉદ્ધોધન કરતા.
શ્રી કુશળચંદ્રજી વીસમી સદીના પાર્જચંદ્ર ગચ્છના ક્રિયોદ્ધારક બની રહ્યા. એમણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક સંવેગી મહાત્મા તરીકે ઘણું મોટું કાર્ય કર્યું. કચ્છમાં આ દિશામાં મુખ્યત્વે તેઓ જ કાર્ય કરનાર હતા. એટલે જ તેઓને લોકો કચ્છના કુલગુરુ' તરીકે ઓળખતા. તેમને “વાચનાચાર્ય”, “મંડલાચાર્ય', “ગણિવર' તરીકેની પદવીથી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
શ્રી કુશળચંદ્રજી મહારાજે ઊંડો શાસ્ત્રાભ્યાસ કર્યો હતો એટલે તેઓ બીજાઓની શંકાનું સમાધાન કરી શકતા. કચ્છમાં સ્થાનકવાસી સંપ્રદાયના કેટલાક સાધુઓએ, મૂર્તિપૂજા વિશે પોતાની શંકાનું યથાર્થ અને સંતોષકારક સમાધાન મેળવીને એમની પાસે મૂર્તિપૂજક સંપ્રદાયમાં નવેસરથી સંવેગી દીક્ષા લીધી હતી. મુનિ શ્રી મોતીચંદ્રજી અને મુનિશ્રી ખીમચંદજી એમાં મુખ્ય હતા. કોઈ પણ વિસંવાદ કે કલેશ વિના શ્રી કુશળચંદ્રજીએ એમને મૂર્તિપૂજક સંપ્રદાયમાં આકર્ષ્યા હતા, એમાં હૃદયની સરળતા, ઉદારતા અને સર્વ સાથે મૈત્રીભર્યા વ્યવહારે આ કાર્ય કર્યું હતું.
વિ. સં. ૧૯૪૮માં કચ્છની ધરતી પર પધાર્યા પછી શ્રી કુશળચંદ્રજી કચ્છની બહાર ગયા નથી. એમણે સમગ્ર કચ્છમાં વિહાર કરી, કોડાય, બિદડા, નવાવાસ, મોટી ખાખર, નાના આસંબિયા વગેરે સ્થળે ચાતુર્માસ કરી અનેક લોકોને ધર્મબોધ પમાડ્યો હતો. પોતાના વતન કોડાયમાં એમણે બધું મળીને અગિયાર ચાતુર્માસ કર્યા હતાં. તદુપરાંત માંડવી, બિદડા વગેરે સ્થળે પણ એમણે એકથી વધુ ચાતુર્માસ કર્યા હતાં. કચ્છમાં એમણે છ ભાઈઓને દીક્ષા આપી હતી અને પાર્જચંદ્ર ગચ્છમાં બહેનોને દીક્ષા આપીને સાધ્વી સંઘની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org