________________
શ્રી કુશળચંદ્રજી મહારાજ
૫૨ ૧
વર્ષના કિશોર શ્રી ભાઈચંદજીને દીક્ષા આપીને એમનું નામ શ્રી ભાઈચંદજી અથવા શ્રી ભાતૃચંદ્રજી રાખ્યું હતું. પરંતુ બન્યું એવું કે દીક્ષા આપ્યા પછી થોડા દિવસમાં જ શ્રી મુક્તિચંદ્રજી કાળધર્મ પામ્યા. આથી શ્રી ભાતૃચંદ્રજી એકલા થઈ ગયા. એટલે તેઓ શ્રી કુશળચંદ્રજી પાસે આવ્યા કારણ કે એમના સાધુજીવનથી તેઓ પ્રભાવિત થયા હતા. શ્રી કુશળચંદ્રજીએ એમને માંડલમાં નવેસરથી સંવેગી દીક્ષા આપી. આ પ્રસંગે એમણે ક્રિયોદ્ધાર કર્યો. શ્રી કુશળચંદ્રજી તથા શ્રી ભાતૃચંદ્રજીએ પછી સાથે રહી પાચંદ્રજીમાં સંવેગી પરંપરા ચાલુ કરી, જે અનુક્રમે દઢ થતી ગઈ અને યતિ–ગોરજીની લઘુમતી થઈ ગઈ અને એમ કરતાં છેવટે એ પરંપરાનો અંત આવ્યો. આ રીતે કચ્છમાં શ્રી પાર્શ્વચંદ્ર ગચ્છમાં સાચી સાધુતા પ્રવર્તતાવવામાં શ્રી કુશળચંદ્રજી અને શ્રી ભાતૃચંદ્રજીનું યોગદાન મોટું રહ્યું હતું.
શ્રી કુશળચંદ્રજી મહારાજના સંવેગી ચારિત્રનો પ્રભાવ કચ્છના અન્ય ગચ્છના યતિઓ ઉપર પણ ઘણો મોટો પડ્યો હતો. એમાં અચલગચ્છના યતિ શ્રી ગૌતમસાગરજીએ પણ કિયોદ્ધાર કરવાની ભાવના દર્શાવી. એ માટે કુશળચંદ્રજીએ વ્યવસ્થા કરી આપી અને તે સમયે મારવાડમાં વિચરતા શ્રી ભાતૃચંદ્રજી મહારાજ પાસે એમને મોકલ્યા. શ્રી ગૌતમસાગરજીએ ત્યાં કિયોદ્ધાર કર્યો. શ્રી ગૌતમસાગરજી શ્રી કુશળચંદ્રજીને પોતાના વડીલ માનતા અને એમની પાસેથી માર્ગદર્શન મેળવતા. પાચંદ્ર ગચ્છ અને અચલગચ્છની સામાચારીમાં થોડો ફરક હતો, એટલે શ્રી કુશળચંદ્રજીએ એમને પોતાની ઇચ્છા પ્રમાણે સ્વતંત્ર વિહાર કરવાની અને પોતાની સામાચારીનું પાલન કરવાની અનુમતિ આપી હતી. એમાં શ્રી કુશળચંદ્રના હૃદયની ઉદારતા રહેલી હતી.
મહારાજશ્રીએ જામનગરથી કચ્છ તરફ વિહાર કર્યો. કચ્છનું રણ ઓળંગી તેઓ અંજાર પહોંચ્યા. અંજારના સંઘે દોઢ ગાઉ સુધી સામા જઇને મહારાજશ્રીનું સામૈયું કર્યું. મહારાજશ્રીનું વિ. સં. ૧૯૪૮નું ચાતુર્માસ કોડાયમાં કરવાનું નક્કી થયું હતું. પરંતુ તે પહેલાં તેમણે કચ્છના વિવિધ સ્થળે વિચરણ કરીને જૈન અને જેનેતર લોકોને ધર્મબોધ' આપ્યો હતો. જેનેતર વર્ગ સમક્ષ તેઓ વ્યસન ત્યાગ, કુરિવાજો દૂર કરવા, સદાચારી જીવન જીવવું ઇત્યાદિ ઉપર ભાર મૂકતા હતા. મહારાજશ્રીની એવી ઉદાર દૃષ્ટિ હતી કે યતિ-ગોરજીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org