________________
શ્રી કુશળચંદ્રજી મહારાજ
૫૧૯
શ્રી કલ્યાણચંદ્રના સંસારી પુત્ર જેસિંગને શ્રી કુશળચંદ્રજીની ઉદાર ભલામણથી અચલગચ્છના શ્રી વિવેકસાગરજીએ દીક્ષા આપી હતી. શ્રી કુશળચંદ્રજીએ જે ઉદારતા બતાવી એને લીધે કેલણભાઈની દીક્ષા પ્રસંગે શ્રી વિવેકસાગરજી જામનગરમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ પાર્શ્વચન્દ્રગચ્છ અને અચલગચ્છ વચ્ચે સરસ સુમેળ સધાયો હતો. આ દીક્ષા પ્રસંગ પણ ભવ્ય રીતે યોજાયો હતો. કચ્છથી ઘણા માણસો આવ્યા હતા અને ખુદ જામસાહેબ પણ એ પ્રસંગે પધાર્યા હતા.
મહારાજશ્રીએ બીજી વારના કચ્છના વિહાર દરમિયાન જે એક ઐતિહાસિક મહત્ત્વનું કાર્ય કર્યું તે ભદ્રેશ્વર તીર્થના જીર્ણોદ્ધારનું હતું. કચ્છનું આ મોટામાં મોટું અને પ્રાચીનતમ તીર્થ ગણાય. વિ. સં. ૧૯૩૯ના ફાગણ સુદ પના દિવસે મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજી તથા અન્ય પ્રતિમાઓજીની પુન:પ્રતિષ્ઠા થઈ. એ શુભ અવસરે તપગચ્છ, અચલગચ્છ અને પાર્શ્વચંદ્રગચ્છનાં સાધુ-સાધ્વીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અચલગચ્છના શ્રી સુમતિસાગરજીએ આ પ્રસંગનું એક ચોઢાળિયું લખ્યું છે તેમાં શ્રી કુશળચંદ્રજીની સંયમયાત્રાની ભારે અનુમોદના કરી છે. તેઓ લખે છેઃ
સંવેગ રંગે ઝીલતાં, કુશળચંદ્રજી આજે સાર; જૈન ધર્મ દીપાવતાં, તિહાં મલિયા ઠાણાં ચાર.
શ્રી અગરચંદ્રજી મહારાજ દીક્ષા પછી પચીસેક વર્ષ શ્રી કુશળચંદ્રજીની સાથે વિચાર્યા હતા. બંનેના વિચારો સમાન હતા અને પરસ્પર સહકાર ઘણો હતો. વસ્તુતઃ શ્રી કુશળચંદ્રજીએ સૌરાષ્ટ્ર અને વિશેષતઃ કચ્છમાં સંવેગી ધર્મ પ્રવર્તાવવાનું જે ભગીરથ કાર્ય કર્યું તેમાં શ્રી અગરચંદ્રજીનો મોટો સાથ હતો. ઉત્તરાવસ્થામાં શ્રી કુશળચંદ્રજીની અનુમતિથી શ્રી અગરચંદ્રજીએ પોતાનો સ્વતંત્ર વિહાર ચાલુ કર્યો હોય એમ અનુમાન થાય છે. પરંતુ એમણે ક્યાં ક્યાં વિહાર કર્યો, સાથે કોણ ચેલા હતા અને ક્યાં તેઓ કાળધર્મ પામ્યા એની હાલ ખાસ કંઈ વિગત મળતી નથી.
ત્યાર પછી દોઢ દાયકામાં એટલે કે વિ. સં. ૧૯૩૦ થી ૧૯૪૭ સુધીમાં મહારાજશ્રીએ મોરબી, મુન્દ્રા, જામનગર, માંડલ, માંડવી (કચ્છ), કોડાય, ભુજ વગેરે સ્થળે ચાતુર્માસ કરીને ધર્મની ઘણી પ્રભાવના કરી. એમણે ગિરનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org