________________
૫૧૬
પ્રભાવક સ્થવિરો
છેવટે મહારાવે તેમને છોડી દીધા અને એમના પિતાશ્રીને કહ્યું, ‘આ છોકરો કંઈક જુદી જ પ્રકૃતિનો છે, અલગારી છે. એને એની ઈચ્છા પ્રમાણે જેમ કરવું હોય તેમ કરવા દેજો.’
બધા કોડાય પહોંચ્યા. ત્યાં થોડા દિવસ રહ્યા પછી હેમરાજભાઈ છૂપી રીતે ઘર છોડીને ભાગ્યા. માંડવીથી જામનગર વહાણમાં પહોંચ્યા. કોઈ ઓળખી ન જાય એ માટે એમણે વેશપલટો કરી લીધો હતો. એમ કરતાં તેઓ પાલિતાણા પહોંચ્યા. શ્રી હર્ષચંદ્રસૂરિજી પાસે ફરીથી દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ શ્રી હર્ષચંદ્રસૂરિએ માબાપની સંમતિ વગર તેમને ફરીથી દીક્ષા આપવાની સ્પષ્ટ ના કહી. શ્રાવક વડીલો સાથે વિવાદમાં પડવા તેઓ ઇચ્છતા નહોતા. આથી હેમરાજભાઈ એકદમ નિરાશ થઈ ગયા. પરંતુ શ્રી હર્ષચંદ્રસૂરિએ તેમને શાસ્ત્રાભ્યાસની સગવડ કરી આપી. તેમને બંગાળમાં મુર્શિદાબાદમાં જગતશેઠને ઘરે રહેવા મોકલી આપ્યા. ત્યાં રહીને તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો તથા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેઓ ક્યાં ગયા તેની વડીલોને ખબર ન પડી. કદાચ ફરીથી દીક્ષિત થયા હોત તો ફરીથી વડીલો એમને ઉઠાવી જાત. કેટલાંક વર્ષ પછી તેઓ કચ્છમાં પાછા ફર્યા. હવે દીક્ષા લેવાના એમને માટે સંજોગો નહોતા, પણ એમણે કચ્છમાં સંસ્થાઓ સ્થાપીને જ્ઞાનપ્રચારને માટે અને પાર્શ્વચન્દ્ર ગચ્છમાં સુધારા માટે મહત્ત્વનું કાર્ય કર્યું.
શ્રી હર્ષચંદ્રસૂરિજીના બંગાળના ભકતોને જ્યારે ખબર પડી કે એમની પાસે શ્રી કુશળચંદ્રજી અને શ્રી અગરચંદ્રજી નામના બે વૈરાગી મુનિ શિષ્યો છે, ત્યારે જૈન સંઘમાં જાગૃતિ લાવવા માટે શું શું કરી શકાય તેની વિચારણા માટે તેઓ પાલિતાણા આવ્યા. શ્રી હર્ષચંદ્રસૂરિજી સાથે વિચાર-વિનિમય કર્યો. શ્રી હર્ષચન્દ્રજી પોતે શ્રીપૂજ્ય એટલે કે યતિઓના આચાર્ય હતા, પરંતુ તેઓને બધાંની સાથે સુમેળ હતો અને તેઓ સંઘને ફરીથી સંવેગી પરંપરા પર ચઢાવવા માટે ઉત્સુક હતા. એ માટે તેમણે શ્રી કુશળચંદ્રજીને પાલિતાણામાં સતત સાત વર્ષ પાસે રાખીને ઊંડો શાસ્ત્રાભ્યાસ કરાવ્યો અને સાધુજીવનની શુદ્ધ સામાચારીથી પરિચિત કર્યા. શ્રી કુશળચંદ્રજીએ સિદ્ધગિરિની નવ્વાણુંની યાત્રા પણ કરી.
શ્રી હર્ષચંદ્રસૂરિજીનો શિષ્યસમુદાય મોટો હતો. તેઓ બધા યતિ હતા. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org