________________
૫ ૧૪
પ્રભાવક સ્થવિરો
બાકીના ત્રણેના પિતા લઈ જવા માટે મક્કમ હતા. તેઓએ ત્રણે મુનિઓને ગાડામાં બેસાડીને હાથપગ બાંધીને પાલિતાણા છોડીને રાજકોટ તરફ રવાના
થયા.
આ બાજુ જેતશીભાઈએ પોતાના દીકરા, મુનિ શ્રી કુશળચંદ્રજીને કહ્યું, તમે દીક્ષા લીધી છે અને તમારે તે પાળવી છે, તો ભલે તેમ કરો. અમે તેનો વાંધો નહિ લઈએ. પણ અમારી ભાવના છે કે તમે સાધુ તરીકે કચ્છમાં પધારો અને ત્યાં વિચરો તો અમને પણ લાભ મળે. તમને સાધુ તરીકે કચ્છમાં જોઈને આપણા બધા લોકોને આનંદ થશે.”
પોતાના ત્રણ સાથીઓ ગયા અને વળી પોતાના વડીલોની વિનંતી છે તો પછી કચ્છ જવું જોઇએ, એમ વિચારીને છેવટે કુશળચંદ્રજીએ તે માટે સંમતિ આપી. એટલે અગરચંદ્રજીએ પણ પોતાના સંસારી પિતાશ્રીને સાથે કચ્છ જવા માટે સંમતિ આપી.
- નિર્ધાર થતાં તેઓ બંનેએ પોતાના વડીલો સાથે કચ્છ તરફ પાલિતાણાની ધર્મશાળાથી પ્રયાણ કર્યું. ગામની બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે વિસામો માટે તેઓ બેઠા તે દરમિયાન જેતશીભાઈનું મનોમંથન ચાલ્યું. આ બે નવદીક્ષિત સાધુઓ પાદવિહાર કરીને ઘણું કષ્ટ વેઠીને કચ્છ આવશે અને ત્યાં ગોરજીઓના વર્ચસ્વવાળા સમાજમાં એમને જો સરખો આવકાર નહિ મળે અને તેઓને અભ્યાસ કરવાની યોગ્ય તક નહિ મળે તો આપણે માટે પસ્તાવાનો વખત આવશે. દીક્ષા છોડીને આવે તો ઠીક, પણ સાધુ તરીકે આવશે તો બરાબર મેળ નહિ ખાય.” છેવટે એમણે જ કુશળચંદ્રજીને કહ્યું, “અમારી ઈચ્છા છે કે તમે દીક્ષા છોડી દો, પરંતુ અમને લાગે છે કે જો તમે દીક્ષા છોડવાના ન જ હો તો અહીં આચાર્ય મહારાજ પાસે તમે રહો અને અભ્યાસ કરો તે જ યોગ્ય છે. એ જ તમારા હિતમાં છે.”
આ સાંભળી બંને મુનિઓને અત્યંત આનંદ થયો.
નદીકિનારેથી બધા ગામમાં પાછા ફર્યા અને શ્રી હર્ષચન્દ્રસૂરિને મળ્યા. બધી વાત કરી અને પોતાનો નિર્ણય જણાવ્યો. શ્રી હર્ષચન્દ્રસૂરિએ “જેવી તમારી મરજી' એમ કહીને સહજ રીતે એમની વાત સ્વીકારી લીધી. - થોડા દિવસ રોકાઈ બંને વડીલો કચ્છ જવા રવાના થયા. બંને મુનિઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org