________________
શ્રી કુશળચંદ્રજી મહારાજ
૫ ૧૩
દીક્ષા છોડવાની પોતાની ઈચ્છા નથી એમ સ્પષ્ટ જણાવ્યું.
આથી હવે ઉપાય રહ્યો રાજ્યમાં ફરિયાદ કરવાનો. એ માટે પહેલાં વલ્લભજીએ બતાવેલી યુક્તિ પ્રમાણે પાલિતાણાના દરબાર શ્રી સુરસંઘજી જ્યારે સાંજે ઘોડાગાડીમાં ફરવા નીકળ્યા ત્યારે રસ્તામાં ઊભા રહેલા ભીમશીભાઈ વગેરેએ ઘોડાગાડીની પાછળ દોટ માંડી અને બોલવા લાગયા, “સાહેબ, અમારા છોકરા, સાહેબ, અમારા છોકરા.” તે વખતે વલ્લભજી દરબારની સાથે ઘોડાગાડીમાં હતા.
દરબારે ઘોડાગાડી ઊભી રખાવી, અને વલ્લભજીને પૂછ્યું કે “આ લોકો શું કહે છે?
વલ્લભજીએ કચ્છીમાં એ પાંચ સાથે વાત કરી અને દરબારને જણાવ્યું કે એમના છોકરાઓને રજા વગર અહીં દીક્ષા આપી દેવામાં આવી છે. એ સાંભળીને દરબારે તેઓને બીજે દિવસે કચેરીમાં મળવા માટે કહ્યું.
જ્યારે દીકરાઓએ દીક્ષા છોડવાનો ઈન્કાર કરી દીધો ત્યારે પુત્રો પ્રત્યેના મમત્વને લીધે તેઓએ દરબારની કચેરીમાં જઈને લેખિત ફરિયાદ નોંધાવી દીધી. એથી દરબારે પાંચે નવદીક્ષિતોને દરબારમાં બોલાવીને દબડાવ્યા અને દીક્ષા નહિ છોડે તો તેઓને કેદમાં પૂરવામાં આવશે એવી ધમકી આપી. પરંતુ પાંચે નવદીક્ષિતે દીક્ષા છોડવાની ના પાડી દીધા. એટલે દરબારે પાંચને કેદમાં પૂર્યા. કેદમાં ભૂખ તો લાગે જ. એટલે તેઓને રાંધીને ખાવા માટે અનાજ-લોટ વગેરે સામગ્રી આપવામાં આવી, પરંતુ સાધુઓએ તે લીધી નહિ અને કહ્યું, અમારો ધર્મ ગોચરી વહોરીને વાપરવાનો છે. ગોચરી માટે નહિ જવા દો તો અમે ઉપવાસ કરીશું.'
એક દિવસ તેઓએ આહાર ન લીધો એટલે દરબારને પણ લાગ્યું કે તેઓને જેલમાં વધુ દિવસ રાખવાનું જોખમ ખેડવા જેવું નથી. દરબારે તેઓને છોડી દીધા, પરંતુ વડીલોને સલાહ આપી કે “તમે એ લોકોને હાથપગ બાંધીને ગાડામાં નાખીને લઈ જઈ શકો છો. દરબાર તરફથી તમને છૂટ છે.”
દરબારે છોકરાઓને બળપૂર્વક લઈ જવાની રજા આપી, એટલે પાંચે વડીલોએ વિચારવિનિમય કર્યો. એમાં કુશળચંદ્રજી અને અગરચંદ્રજીના પિતાને આવી રીતે પોતાના સાધુ દીકરાઓને બાંધીને લઈ જવાનું યોગ્ય ન લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org