________________
શ્રી કુશળચંદ્રજી મહારાજ
૫૧૫
શ્રી હર્ષચંદ્રસૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. | મુનિ વેશધારી પેલા ત્રણે યુવાનો સાથે ગાડાં રાજકોટ પહોંચવા આવ્યાં ત્યારે રાજકોટના જૈન સંઘને આ વાતની ખબર પડી ગઈ. આમ પણ આવી વાત પ્રસરતાં વાર લાગે નહિ. રાજકોટના સંઘના આગેવાનોએ જાણ્યું કે ત્રણ નવદીક્ષિત મુનિઓને એમના વડીલો ઉઠાવીને પાછા ઘરે લઈ જાય છે ત્યારે તેઓને લાગ્યું કે સંઘે મુનિઓને રક્ષણ આપવું જોઈએ. સંઘના બધા આગેવાનો પાદરે પહોંચ્યા અને મુનિઓને છોડાવીને ઉપાશ્રયમાં લઈ આવ્યા. આથી વડીલોએ રાજકોટ દરબારને ફરિયાદ કરી અને કોર્ટમાં કેસ દાખલ કર્યો. એક મહિનો કેસ ચાલ્યો. એટલો વખત તેઓને ત્યાં ધર્મશાળામાં રોકાવું પડ્યું. છેવટે અંગ્રેજ ન્યાયાધીશે વડીલોની તરફેણમાં ચુકાદો આપ્યો, પણ તેનો અમલ કરવાની જવાબદારી દરબારના માથે હતી. આ બાજુ સંઘે મુનિઓને સોંપવાનો ઇન્કાર કર્યો. એ દિવસો એવા હતા કે મહાજન આગળ રાજનું પણ બહુ ચાલે નહિ. ડાહ્યો રાજા મહાજનને દુભવે નહિ. દરમિયાન રાજકોટના દરબાર પર પાલિતાણાના દરબારનું દબાણ આવ્યું કે મુનિઓને છોડી દો. એથી દરબાર મુંઝાયા. છેવટે દરબારે વડીલોને ખાનગીમાં કહ્યું કે “મહાજનને મારાથી કશું કહેવાશે નહિ, પણ તમે તમારા દીકરાઓને ઉપાડીને અમારા રાજ્યની હદ બહાર નીકળી જાઓ, પછી મારા માથે દબાણ નહિ આવે. પછી તમે તમારી રીતે આગળ જઈ શકો છો.”
વડીલોને આ વાત ગમી. તેમણે ખાનગીમાં કાવતરું ગોઠવ્યું. એક બાજુ પોતે એવો દેખાવ કર્યો કે હવે ભલે મુનિઓને જેમ રહેવું હોય તેમ રહે. બીજી બાજુ સંઘને વહેમ ન પડે એ રીતે ગામને પાદરે વહેલી સવારે ગાડાં તૈયાર રખાવ્યાં. મુનિઓ સવારે એ બાજુ ઠલ્લે જવા આવ્યા કે તરત તેઓને પકડી, બાંધી ગાડામાં નાખ્યા અને ગાડાં ઝડપથી હંકારી ગયા, તેઓ રાજકોટની સરહદની બહાર નીકળી ગયા એટલે નિશ્ચિત થયા. છોકરાઓ પણ સમજી ગયા કે હવે પોતાનું કશું ચાલશે નહિ.
એમ કરતાં તેઓ કચ્છ આવી પહોંચ્યા. હજુ અનિવેશ ઉતારવાની તેઓની ઈચ્છા નહોતી. એટલે વડીલો તેમને કચ્છના મહારાવ શ્રી દેશળજી પાસે લઈ ગયા. મહારાવે કેદમાં પૂરવાની વાત કરી, એટલે ભાનુચંદ્ર અને બાલચંદ્ર પોતાનો મુનિવેશ ઉતારી નાખ્યો અને ગૃહસ્થ વેશ પહેરી લીધો. પરંતુ મુનિ હેમચંદ્ર હજુ મક્કમ રહ્યા. એમને જેલમાં પૂર્યા, ખાવાનું ન આપ્યું, જેલમાં જીવજંતુ કરડ્યાં તો પણ અડગ રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org