________________
૫૧ ૨
પ્રભાવક સ્થવિરો
આ બાજુ કચ્છમાં પાંચે યુવાનોનાં માતાપિતાને શોધાશોધ કરી મૂકી અને જ્યારે ખબર પડી કે છોકરાઓ માંડવીથી વહાણમાં બેસી પાલિતાણા ભાગી ગયા છે અને ત્યાં જઈને તેઓએ દીક્ષા લઈ લીધી છે ત્યારે તેઓ રોષે ભરાયાં. તેઓએ સાથે મળીને વિચાર્યું કે પોતે બધાએ તાબડતોબ પાલિતાણા જવું. અને છોકરાઓને પાછા લઈ આવવા જોઈએ. પણ ધારો કે છોકરાઓ આવવાની ના પાડે તો શું કરવું? એટલે તેઓ સલાહ માટે કચ્છના મહારાવના કારભારી વલ્લભજીને મળ્યા. વલ્લભજી ભીમશીભાઈના મિત્ર હતા. વલ્લભજીએ સલાહ આપી કે છોકરાઓ જો ન માને તો તેમના પર રાજ્યનું દબાણ લાવવું જોઈએ. પણ એ બધું કામ ધારીએ એટલું સહેલું નહોતું. એટલે તેઓએ વલ્લભજીને સાથે આવવા આગ્રહ કર્યો. વલ્લભજીએ આ વાત કચ્છના મહારાવને જણાવી અને એમની રજા લઈ પાલિતાણા આવવા તૈયાર થયા. વળી જરૂર પડે એ માટે મહારાવની પાલિતાણાના દરબાર ઉપર ભલામણચિઠ્ઠી પણ લખાવી લીધી.
તેઓ બધા સાથે પાલિતાણા પહોંચ્યા. વલ્લભજી કારબારીના નાતે પાલિતાણાના નરેશને ત્યાં ઊતર્યા. તેમણે વડીલોને શીખવી રાખ્યું હતું કે પહેલાં તમે છોકરાઓને સમજાવી જુઓ અને પછી ન સમજે તો દરબાર જ્યારે સાંજે ઘોડાગાડીમાં ફરવા નીકળે ત્યારે તમે “સાહેબ, અમારા છોકરા, અમારા છોકરા' એમ બૂમો પાડજો.
પાંચે વડીલોએ પોતાના દીકરાઓને નરશી નાથાની ધર્મશાળામાં સાધુવેશે જોયા ત્યારે દિમૂઢ થઈ ગયા. તેઓએ તેમની પાસે બેસીને તેમને દીક્ષા છોડવા સમજાવ્યું ત્યારે દીકરાઓ મક્કમ રહ્યા. વડીલોએ શ્રી હર્ષચંદ્રજીને ઠપકો આપ્યો કે “અમારા દીકરાઓને રજા વગર દીક્ષા કેમ આપી?” ત્યારે શ્રી હર્ષચંદ્રજીએ શાન્તિ અને સમતાથી જવાબ આપ્યો કે “સાધુવેશ તો તેઓએ સ્વયં પહેરી લીધો હતો. અમે તો માત્ર અમારા કર્તવ્યરૂપે અહીં આશ્રય આપ્યો છે. તેમ છતાં તમે તેઓને લઈ જવા સ્વતંત્ર છો, પરંતુ જે કરો તે લાંબો વિચાર કરીને કરશો.”
તેઓ શ્રી હર્ષચંદ્રજીના શાન્ત, સમતાભર્યા ઉત્તરથી મૂંઝવણમાં મુકાયા. તેમણે સાધુ થયેલા સંતાનોને દીક્ષા છોડી દેવા કહ્યું, પરંતુ પાંચે સાધુઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org