________________
૫૧૦
હતો.
વહાણ જામનગર પહોંચ્યું. પાંચે મિત્રો ત્યાં ઊતર્યા. જામનગરમાં દેરાસરમાં દર્શન-પૂજા કર્યાં અને પછી પગપાળા આગળ વધ્યા રાજકોટ તરફ.
રાજકોટમાં કોઈ ધર્મશાળામાં તેઓએ મુકામ કર્યો. પાલિતાણા જતાં પહેલાં તેઓને વિચાર આવ્યો કે પાલિતાણા નાનું ગામ છે. સાધુ થવા માટે વસ્ત્રો કદાચ ન મળે તો ? રાજકોટ પછી રસ્તામાં મોટું કોઈ ગામ આવતું નથી. માટે રાજકોટમાંથી જ કાપડ લેવું જોઈએ. તેઓ એક જૈન કાપડિયાની દુકાને ગયા. કાપડ લીધું. તેઓ વેપારીને નાણાં આપવા માટે પોતે સાથે જ લાવ્યા હતા તે કચ્છની કોરી આપી. વેપારીએ કહ્યુંઃ ‘કોરી અહીં ચાલતી નથી.' એટલે મિત્રો મુંઝાયા. બીજું શું કરી શકાય ? ત્યાં હેમરાજભાઈને યાદ આવ્યું કે પોતાની કેડે ચાંદીનો કંદોરો છે. તેમણે એ કાઢીને આપ્યો. એથી વેપારીને આશ્ચર્ય થયું. વાતચીત થઈ. વેપારીએ ધાર્યું હતું કે આ છોકરાઓ કોઈ સાધુ મહારાજને વહોરાવવા કાપડ લઈ જાય છે, પરંતુ એણે જ્યારે જાણ્યું કે તેઓ તો પોતાની જ દીક્ષા માટે કાપડ લઈ જાય છે, ત્યારે એના આનંદનો પાર ન રહ્યો. એણે કાપડનાં નાણાં લેવાની ના પાડી અને કહ્યું કે શુભેચ્છા સાથે પોતાના તરફથી એ ભેટ આપવામાં આવે છે.
પ્રભાવક સ્થવિરો
આ પાંચે મુમુક્ષુ મિત્રે ચાલતાં ચાલતાં વિ. સં. ૧૯૦૭ના કારતક સુદ ૯ પાલિતાણા પહોંચ્યા અને ત્યાં મોતી કડિયાની ધર્મશાળામાં ઊતર્યા. તે વખતે પાલિતાણામાં જે સાધુ ભગવંતો બિરાજમાન હતા એમાં વિમલગચ્છના શ્રી કલ્યાણવિમલજી મહારાજને મળવાનું થયું. સાચા સંવેગી સાધુનાં દર્શન કરીને તેઓએ ધન્યતા અનુભવી. શ્રી હર્ષચંદ્રજી વિશે પૂછપરછ કરી. વાતચીતમાં તેઓએ દીક્ષા લેવાની પોતાની ભાવના પણ જણાવી. શ્રી કલ્યાણવિમલજી મહારાજે કહ્યું કે ‘માબાપની રજા વગર અહીં તમને કોઈ દીક્ષા આપશે નહિ. એવી રીતે દીક્ષા આપવામાં પછી માબાપ તકરાર કરતાં આવે છે એ કલેશકંકાસ થાય છે. શ્રી હર્ષચંદ્રજી પણ તમને એ રીતે દીક્ષા નહિ આપે.’
આ સાંભળી યુવાનો મુંઝાયા. તેમણે જણાવ્યું કે ‘અમે માબાપની જાણ વગર ઠેઠ કચ્છથી ઘરેથી ભાગીને આવ્યા છીએ. અમારે ગમે તેમ કરીન દીક્ષા લઈને સાધુ થવું છે. હવે અમે કચ્છ પાછા ક્યારે જઇએ ? અને માબાપ રજા આપે કે નહિ. માટે આપ કંઈ રસ્તો બતાવો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org