________________
શ્રી કુશળચંદ્રજી મહારાજ
૫૦૯
દીક્ષા લેવી હોય તો શ્રી હર્ષચંદ્રસૂરિ પાસે જ લેવી અને એ માટે પાલિતાણા જવું જોઈએ એવો સંકલ્પ આ દસેક મિત્રોએ કરી લીધો. વળી તપાસ કરતાં જાણવા મળ્યું કે પાલિતાણા જવું હોય તો પહેલાં માંડવીથી ઊપડતાં વહાણમાં બેસીને જામનગર જવું જોઈએ અને ત્યાંથી કોઈ બળદગાડાં મળે તો તેમાં અને નહિ તો પગપાળા રાજકોટ થઈને પાલિતાણા જવું જોઈએ. પગે ચાલીને રસ્તો કાપવાની ત્યારે નવાઈ નહોતી. અનેક લોકો રસ્તામાં મળતા. લોકો ચાલીને એક ગામથી બીજે ગામ જતા. રાત્રિ મુકામ માટે ધર્મશાળાઓ હતી. રસોઈ હાથે પકાવી લેવાની રહેતી. પગપાળા પ્રવાસમાં બે દિવસ વધારે કે ઓછાનો કોઈ સવાલ નહોતો.
કોડાય ગામથી પાંચેક કિલોમિટરના અંતરે માંડવી બંદર છે. આ કિશોરો કેટલીયે વાર રમતાં રખડતાં માંડવી સુધી જઈ આવ્યા હતા. ત્યાંથી જામનગર જવા માટે વહાણો ઊપડે છે એ પણ તેમણે જોઈ જાણી લીધું હતું. વહાણો ઘડિયાળના નિશ્ચિત ટકોરે ઊપડે એવું નહિ. પૂરતા મુસાફરો થાય અને અનુકૂળ હવામાન હોય તો જ ઊપડે, નહિ તો રાહ જોવી પડે.
એક દિવસ સંકેત કર્યા મુજબ બધા મિત્રો ઘરેથી કંઈક બહાનું કાઢી નીકળ્યા અને માંડવી પહોંચ્યા. ત્યાંથી એક વહાણ જામનગર જવા માટે ઊપડવાનું હતું. બધા તેમાં બેસી ગયા. પરંતુ પૂરતી સંખ્યામાં મુસાફરો થાય તે પહેલાં તો ઓટ ચાલુ થઈ ગઈ. વહાણવાળાએ બધાને કહી દીધું કે “આજે હવે વહાણ નહિ ઊપડે.” આથી નિરાશ થઈ એ દસેક મિત્રો પાછા કોડાય આવ્યા અને જાણે કશું જ થયું નથી એવી રીતે પોતપોતાના ઘરના વ્યવહારમાં ચૂપચાપ જોડાઈ ગયા.
થોડા દિવસ પછી ફરી એક વાર એ મિત્રોએ માંડવી પહોંચવાનું નક્કી કર્યું. તે પ્રમાણે પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ઘરેથી તેઓ નીકળ્યા. વહાણ ઊપડવાની તૈયારી થઈ. ત્યાં સુધીમાં હજુ પાંચ જણ જ માંડવી પહોંચ્યા હતા. કોઈએ બીજાની રાહ જોવી નહિ એમ નક્કી કર્યું હતું. એટલે એ પાંચે-હેમરાજ, કોરશી, ભામા, વેરશી અને આસધીર એ પાંચે મિત્રો વહાણમાં બેસી ગયા અને વહાણ ઊપડ્યું. હવે ઘરનાંને ખબર પડે તો પણ એની કશી ચિન્તા નહોતી. ઘરેથી પાલિતાણા તરફ ગુપ્ત પ્રયાણ થઈ શક્યું એનો એમને આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org