________________
શ્રી કુશળચંદ્રજી મહારાજ
૫૦૭
ટકાવી રાખવામાં, જૈન જ્ઞાનભંડારોના રક્ષણમાં, કેટલીક ગુપ્ત વિદ્યાઓ, મંત્રસાધના વગેરે સાચવી રાખવામાં યતિસંસ્થાનો ફાળો મહત્ત્વનો રહ્યો છે.
વખત જતાં યતિ–ગોરજી અને સાચા સાધુઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે વધવા લાગ્યો. ત્યાગ-વૈરાગ્યમય, શાસ્ત્રાનુસાર શુદ્ધ આચારપાલન અને માત્ર મોક્ષની અભિલાષાવાળા સાધુઓ માટે “સંવેગી' શબ્દ પર્ચલિત થઈ ગયો હતો. યતિઓથી સંવેગી સાધુઓનો પક્ષ જુદો પડવા લાગ્યો. એને લીધે ક્યાંક સંઘર્ષો, વિગ્રહો થયા. મારામારીઓ પણ થઈ. પરંતુ કાળક્રમે યતિઓનો વર્ગ નબળો પડ્યો અને સમાજ ઉપર સંવેગી સાધુઓનો પ્રભાવ વધવા લાગ્યો. વિક્રમના ઓગણીસમા શતકના આરંભમાં પંજાબથી આવેલા શ્રી બુટેરાયજી મહારાજ, શ્રી મૂલચંદજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, શ્રી મોહનલાલજી મહારાજ, શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ વગેરેએ યતિ સંસ્થાનો પરાભવ કરવામાં ઘણું મોટું કાર્ય કર્યું હતું.
એ કાળે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન વગેરે સ્થળે, મોટાં નગરોમાં જિનમંદિરોમાં અથવા પાસેના ઉપાશ્રયમાં યતિઓની ગાદી સ્થપાયેલી હતી, જેમાંની કેટલીક ગાદી હજુ પણ સક્રિય છે અને તેના ઉપર યતિઓ અને એમના વારસદારોનો હક રહે છે. અલબત્ત યતિસંસ્થા ઝાંખી પડી ગઈ છે, પણ તદ્દન નિર્મળ થઈ ગઈ નથી.
એ જમાનામાં સમગ્ર કચ્છમાં યતિઓનો જ પ્રભાવ હતો. કચ્છ છેટું હતું અને રણ ઓળંગીને ત્યાં સુધી પહોંચવાનો વિહાર બહુ કઠિન હતો. એ વખતે યતિ ગુરુ પાસે સંવેગી દીક્ષા લઈ, પ્રેમ અને વાત્સલ્યથી યતિઓને જીતી લઈ સમગ્ર કચ્છમાં સંવેગી સાધુની પરંપરાને પુનર્જીવિત કરવામાં શ્રી કુશળચંદ્રજી મહારાજનું યોગદાન અત્યંત મહત્ત્વનું રહ્યું હતું. કેવા સંઘર્ષો વચ્ચે એમણે કાર્ય કર્યું હતું એનો ઇતિહાસ બહુ રસિક છે.
શ્રી કુશળચંદ્રજીનું સંસારી નામ કોરશી હતું. એમનો જન્મ વિ. સં. ૧૯૯૩ના માગસર સુદ સાતમના રોજ કચ્છમાં માંડવી તાલુકામાં કોડાય નામના ગામમાં થયો હતો. એમના પિતાનું નામ જેતસીભાઈ સાવલ અને માતાનું નામ ભમઈબાઈ હતું. તેઓ જૈન વીસા ઓસવાળ જ્ઞાતિનાં હતાં. તેમનું જીવન તદ્દન સરળ અને સાદું હતું. તેઓ ખેતી કરતાં અને પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org