________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
૫૦૫
વિશુદ્ધ પાલન કરતા, નિર્દોષ આહાર લેતા, સમિતિ અને ગુપ્તિનું ચુસ્ત પાલન કરતા. ગમે તેટલો લાંબો વિહાર કરીને આવ્યા હોય, થાક્યા હોય તો પણ પોતાની આવશ્યક ક્રિયાઓ ઊભા ઊભા જ કરતા; તેઓ બહિરાત્મભાવ છોડીને અંતરાત્મભાવમાં રહેતા.
પૂ. મહારાજશ્રી સંયમ, સરળતા, ત્યાગ, વૈરાગ્ય, બહુશ્રુતતા, વાત્સલ્ય, નિઃસ્પૃહતા, ઉદારતા, તપશ્ચર્યા, વિનય, વૈયાવચ્ચ, ગુણાનુરાગ, સહિષ્ણુતા,
અપ્રમત્તતા, પાપભીરુતા, શાસનરાગ, કાર્યદક્ષતા, ઉપશમ, નિર્દભતા, ધીરતા, વિરતા, ગંભીરતા, સમયજ્ઞતા, ઉગ્ર વિહાર, અલ્પ ઉપધિ, રસના ઉપર વિજય, નિત્ય એકાસણાં, ગ્લાન પ્રત્યે ખૂબ કાળજી વગેરે અનેક ગુણોના ભંડાર હતા.
ત્રણસોથી અધિક શિષ્યોનું પ્રેમભર્યું નેતૃત્વ જેમણે પ્રાપ્ત કર્યું હોય એ મહાત્મા કેવા અદ્ભુત હોય ! જૈન ધર્મ અને સાધુ ભગવંતોના આચાર વિશે જેમને ખબર ન હોય તેઓ તો પૂ. મહારાજશ્રીના જીવનની કેટલીક વાતો માને નહિ અને કેટલીક વાતોથી આશ્ચર્યચક્તિ થઈ જાય.
ધન્ય છે આ સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા પ. પૂ. વિજયપ્રેમસૂરીશ્વરજીને ! પ.પૂ. શ્રી પ્રેમસૂરિદાદાને બહુમાનપૂર્વક કોટિશઃ વંદન!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org