________________
૫૦૪
પ્રભાવક સ્થવિરો
આગળ વધવાનું લક્ષ્ય રાખવું, એમાં એકલીનતા રાખવી, ને ત્રુટિ દેખાય તે તરત સુધારી લેવી. એમાં પ્રમાદ ન કરવો. વૈયાવચ્ચ અને ભક્તિ કરવાં. એ બધાં નિર્જરાનાં અંગ છે; સંજ્ઞાઓ અનાદિની છે, એ જોર કરે પણ આપણે તેની સામે જોર વાપરવું, અનુકૂળતા-પ્રતિકૂળતામાં મધ્યસ્થ રહેવું, નવકારશી કરવી પડે તો પણ એનું વ્યસન ન થવા દેવું, કોઈના પણ પ્રત્યે વિચારીને બોલવું, જેમ તેમ બોલી ન નાખવું, વડીલો સમક્ષ બે હાથ જોડીને જ વાત કરવી, પોતાની ભૂલ થાય તો તરત “મિચ્છામિ દુક્કડ' આપવો, ગુરુમહારાજ કહે તે “તહરિ' કરવું.
કોઈ પણ અશુભ વિચાર મનમાં આવી ગયો હોય તો સંયમની રક્ષા માટે તરત શુદ્ધિ કરી લેવી જોઇએ. અનાદિ કાળના વિષય-કષાયો આત્માને અનાદિ કાળથી લાગેલા છે. ઉપશમ-શ્રેણિગત મુનિને પણ તે પછાડે છે. તે નિગોદમાં પણ પાડે છે. માટે વિષય-કષાયની નિવૃત્તિ હૈયાથી નહિ કરો તો ઘણું નુકસાન થશે. આપણને સૌને વધુ પજવે છે દેહની મૂચ્છ. શરીર તો આપણું પડોશી છે. પડોશીને સોય લાગે તે વખતે આપણે ચીસ પાડીએ છીએ? તેવી જ રીતે શરીરરૂપી પડોશીને સોય વાગે તો આપણને કંઈ થવું ન જોઇએ. માટે વાસનાઓના ઉદયને આપણે નિષ્ફળ નહિ કરીએ તો સંસારમાં બહુ ભટકવું પડશે.
મહારાજશ્રીએ પોતાના શિષ્યોને સંયમ, સ્વાધ્યાય, વિનય ઈત્યાદિમાં એવી રીતે કેળવ્યા હતા કે તેઓ કોઈ મોટા ઉપાશ્રયમાં હોય અને એમની સાથે ૮૦-૧૦૦ સાધુ હોય તો પણ જરા પણ અવાજ કે ઘોંઘાટ સંભળાય નહિ. બધા પોતપોતાના સ્વાધ્યાયમાં, કે ધર્મચર્ચામાં કે લેખનકાર્ય વગેરેમાં મગ્ન હોય. ઉપાશ્રય નાનો હોય તો પણ સાધુઓને સંકડાશ નડતી નહિ.
પૂ. મહારાજશ્રી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારના પાલનમાં અત્યંત ઉત્સાહી અને અપ્રમત્ત રહેતા. પોતાનાથી સૂત્રવિરુદ્ધ કંઈ બોલાય નહિ, ઉસૂત્ર પ્રરૂપણા ન થાય તે માટે સતત સાવધ રહેતા. “કમ્મપયડી'ના લેખનમાં એક નવી ક્ષતિ પાછળથી એક હસ્તપ્રત મળતાં જણાઈ હતી તો વ્યાખ્યાનમાં અને છાપામાં જાહેર નિવેદન છપાવીને ક્ષમા માગી લીધી હતી. પૂ. મહારાજશ્રી બ્રહ્મચર્યનું નવવારપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org