________________
૫૦૨
પ્રભાવક સ્થવિરો
પૂ. મહારાજશ્રીને યુવાન વયે ફરતા વાનો રોગ લાગુ પડ્યો હતો અને તે જીવનના અંત સુધી રહ્યો હતો. એ વાની જ્યારે પીડા થાય ત્યારે તે અસહ્ય બની જતી. કેટલીયે વાર પૂ. મહારાજશ્રી આખી રાત જાગતા બેઠા હોય. શરીરમાં ભારે દુઃખાવો હોય છતાં સમતાપૂર્વક તેઓ સહન કરી લેતા અને પ્રસન્ન રહેતા. તેઓ કહેતા કે આ ફરતો વા તો મારો ભાઈબંધ છે. એ જ્યારે આવે છે ત્યારે રાતના ઉજાગરા કરાવે છે અને શરીરમાં જાણે શૂળ ભોંકાતી હોય એવી પીડા કરીને મારા કર્મોનો નાશ કરે છે. એ તો મારો ઉપકારી ભાઈબંધ છે. આવો ભાઈબંધ દુનિયામાં મળે નહિ.” - પૂ. મહારાજશ્રીની નાની નાની વાતોમાં પણ જાગૃતિ ઘણી રહેતી. જીવદયા, રસત્યાગ વગેરે તો એમની રગેરગમાં વણાઈ ગયાં હતાં. પૂ. મહારાજશ્રીને મોટી ઉંમરે પ્રોસ્ટેટની વ્યાધિ થઈ હતી. એથી પેશાબ કરવામાં એમને ઘણી તકલીફ પડતી હતી. અમદાવાદમાં એક ગૃહસ્થ આવીને કહ્યું, મહારાજજી, મને પણ પ્રોસ્ટેટની વ્યાધિ છે, પણ હું એ માટે કેસુડાંનો ઉપયોગ કરું છું. એથી મને ઘણી રાહત થઈ ગઈ છે. આપ પણ કેસુડાંનો ઉપયોગ કરો. હું લાવી આપીશ.પૂ. મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, મારી આ વેદના એ તો મારા પૂર્વકર્મનો ઉદય છે. કેસુડાં તો લીલી વનસ્પતિ છે. એકેન્દ્રિય જીવ છે. એના પ્રાણનો નાશ કરીને મારી વેદના શાન્ત કરવાના વિચારે જ મને કમકમાં આવે છે. મારે એવો ઉપચાર નથી કરવો. આપણને ધર્મની સાચી શ્રદ્ધા મળી છે, તો પછી અધર્મનું, પાપનું આચરણ શા માટે કરવું ? હું તો સમતાભાવે વેદના સહન કરી લઈશ.”
જીવનના પાછલાં વર્ષોમાં જ્યારે એમની તબિયત નરમગરમ રહેતી હતી ત્યારે એક વૈદે ઉપચાર તરીકે એમને મમરા ખાવાનું સૂચવ્યું હતું. એથી એમને સારું લાગતું હતું. પણ એક દિવસ એમણે શિષ્યોને સૂચના આપી દીધી કે ગોચરીમાં મમરા વહોરી ન લાવે, કારણ કે મમરા ખાવામાં પોતાને સ્વાદ આવવા લાગ્યો છે. શરીર સારું કરવા માટે જતાં સ્વાદેન્દ્રિયને સંતોષવા તેઓ ઈચ્છતા નહોતા.
પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત થયું હતું તો પણ ક્રિયામાં તેઓ અપ્રમત્ત રહેતા. તેમણે એવો એક અભિગ્રહ ધારણ કર્યો હતો કે ગોચરી વાપરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org