________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
૫૦૧
કામાગ્નિ શાંત થઈ ગયો હતો, ક્યારેક વાવાઝોડું શાન્ત થઈ ગયું હતું, ક્યારેક કરડકણા કૂતરા શાન્ત થઈ ગયા હતા. ક્યારેક વ્યંતરીઓનો ઉપદ્રવ શાન્ત થઈ ગયો હતો.
પૂ. મહારાજશ્રીના કેટલાક શિષ્યોએ શાસ્ત્રના નિયમાનુસાર નાની વયમાં દીક્ષા લીધી હતી. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ એનું જવલંત દષ્ટાન્ત છે. એવી રીતે બીજા પણ કેટલાયે મુનિઓએ બાલ્ય વયની દીક્ષાને દીપાવી છે. પૂ. મહારાજશ્રી પોતે પણ બાલ્યવયમાં યોગ્ય વ્યક્તિને દીક્ષા આપવામાં માનતા હતા. પરંતુ બાલદીક્ષાનો વિરોધ વખતોવખત થયા કર્યો છે. વિ.સં. ૨૦૧૦માં તે સમયના (ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના) મુંબઈ રાજ્યની વિધાનસભામાં બાલદીક્ષા પર પ્રતિબંધ લાવવા માટે એક ધારો રજૂ કરવામાં આવ્યો હતો. એ જો મંજૂર થાય તો કોઇને પણ મુંબઈ રાજ્યમાં નાની વયમાં દીક્ષા આપવામાં આવે તો કાયદેસર એ સજાપાત્ર ગુનો થાય. આથી પૂ. મહારાજશ્રીને લાગ્યું કે આ ધારો પાસ થવો ન જોઇએ. એમને અંતરમાં શ્રદ્ધા હતી કે પોતાનું તપ જો સાચું હશે તો ધારો પાસ નહિ થાય. એ વખતે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી મોરારજી દેસાઈ હતા. તેઓ પોતે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. ત્યારે પૂ. મહારાજશ્રીએ પોતાના તેજસ્વી બાલમુનિઓને બોલાવીને શ્રી મોરારજી દેસાઈ સાથે વાતચીત કરવા કહ્યું હતું. એમની સાથે વાતચીતથી, એમના જ્ઞાનથી શ્રી મોરારજી દેસાઈ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા હતા. એટલે એમણે પોતે જ એ ધારાને વિધાનસભ્યમાંથી પાછો ખેંચાવી લીધો હતો.
એક વખત મહારાજશ્રી પાલિતાણાથી સિહોર થઈને વલ્લભીપુર તરફ વિહાર કરી રહ્યા હતા. સાથે પૂ. મિત્રાનંદસૂરિજી હતા. રસ્તામાં પૂ. મહારાજશ્રીની મુહપત્તિ ખોવાઈ ગઈ. પૂ. મિત્રાનંદસૂરિજી બે માઈલ સુધી તપાસ કરી આવ્યા પણ મુહપત્તિ મળી નહિ. તે વખતે પૂ.મહારાજશ્રીએ કહ્યું કે “મારી મુહપત્તિ કોઈ દિવસ ખોવાઈ જતી નથી. એ ન જડી એમાં કોઈક અશુભ સંકેત લાગે છે. કોઈ માઠા સમાચાર આવશે.' તેઓ બીજી મુહપત્તિ લઈને વિહાર કરતા વલ્લભીપુર પહોંચ્યા. સાંજે બે માઠા સમાચાર આવ્યા. એક તે પૂ. શ્રી ન્યાયવિજયજી મહારાજ (ત્રિપુટીવાળા) કાળધર્મ પામ્યા હતા અને બીજા તે ભારતના નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અવસાન પામ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org