________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
૪૯૯
બાલમુનિ માટે હોય. અમે તો બુઢા થયા. પરંતુ બાલમુનિનો આગ્રહ એટલો બધો હતો કે મહારાજશ્રી ના ન કહી શક્યા. બાલમુનિએ પિપરમિન્ટ મહારાજશ્રીના મોંમાં ધરી કે પૂ. મહારાજશ્રીએ તરત એ પેટમાં ઉતારી દીધી.
બાલમુનિએ અફસોસ વ્યક્ત કરતાં બોલ્યાં, “અરે સાહેબ! આમ કેમ કર્યું ?' મહારાજશ્રીએ કહ્યું, “આ ગોળી જો મોંમાં રાખીને ચૂસીએ તો સ્વાદ આવે અને રાગનો ભાવ ના થાય. રાગ સંસારમાં રખડાવે એટલે આવી વસ્તુ હું ક્યારેય વાપરતો નથી, પણ તારો પ્રેમ અને ભાવ એટલો બધો હતો કે હું ના ન પાડી શક્યો. એટલે મેં આ રસ્તો કાઢ્યો.”
એક વખત એક મુનિમહારાજની વર્ધમાન તપની આયંબિલની ઓળી ચાલતી હતી. એમાં એમની તબિયત એકદમ બગડી ગઈ. બીજા શિષ્યોએ પારણું કરવાનો આગ્રહ કર્યો, પણ તેમ ન કરવા માટે મુનિ મહારાજ મક્કમ હતા. પણ એથી તો અશક્તિ ઘણી બધી આવી ગઈ. પૂ. મહારાજશ્રીને ખબર પડી એટલે તેઓ એમની પાસે આવ્યા અને કહ્યું, “જો, આજે મારી ગોચરી-દાળ અને રોટલી એ બે જ દ્રવ્ય તું મારે માટે વહોરી લાવે તો જ મારે ગોચરી વાપરવી છે. પણ શરત એટલી કે તારે મારી સાથે ગોચરી વાપરવી પડશે.” આથી એ મુનિ મહારાજ માટે દ્વિઘા ઊભી થઈ. ગોચરી વહોરી લાવે તો પારણું કરવું પડે અને ન વહોરી લાવે તો ગુરુમહારાજને ઉપવાસ થાય.” એટલે તરત તેઓ પાત્રા લઈને ગયા અને ગોચરી વહોરી લાવીને પૂ.મહારાજશ્રીના હસ્તે પારણું કર્યું.
વિ.સં.૨૦૨૩નું ચાતુર્માસ ખંભાત કરવાનો નિર્ણય પૂ. મહારાજશ્રીએ, ખંભાતના સંઘની વિનંતીને માન્ય રાખીને કર્યો. ત્યારે તેઓ અખાત્રીજના પારણા પ્રસંગે પાલિતાણા હતા. ત્યાંથી વિહાર કરીને તેઓ ખંભાત પધાર્યા. એ દિવસોમાં નાદુરસ્ત તબિયતને કારણે પૂ. મહારાજશ્રીથી લાંબો વિહાર થતો નહોતો. વળી ભાડૂતી ડોડીવાળાની ડોળીમાં એમને બેસવું નહોતું. પરંતુ મહારાજશ્રીના શિષ્યોનો ભક્તિભાવ એટલો બધો હતો કે તેઓ પોતાને ખભે ઊંચકીને પૂ.મહારાજશ્રીને જ્યાં જવું હોય ત્યાં લઈ જવા તૈયાર હતા. એ માટે ચાર ખભે દાંડા લઈ શકાય એવી ઝૂલતી ઝોળી (સ્ટ્રેચર જેવી) ખાસ બનાવવામાં આવી હતી. એમાં પૂ. મહારાજશ્રીને બેસાડીને લઈ જવામાં આવતા. ત્યારે પૂ. શ્રી ભાનુવિજયજી મહારાજ (પછી પૂ. ભુવનભાનુસૂરિ), પૂ. શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ, પૂ. શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org