________________
૫૦૦
પ્રભાવક સ્થવિરો
-
-
-
હિમાંશવિજયજી મહારાજ, પૂ. શ્રી મલયવિજયજી મહારાજ વગેરેને પોતાના ગુરુદેવને ઝૂલતી ડોળીમાં ઊંચકીને ચાલતા જોવા એ પણ એક અનેરું દશ્ય હતું.
પૂ. મહારાજશ્રી વચનસિદ્ધ હતા. એમના મુખમાંથી જે પ્રમાણે નીકળતું, અચૂક એ પ્રમાણે થતું. એથી જ જ્યારે તેઓ વ્રત માટે પચ્ચખાણ લેવાનું કહેતા ત્યારે પચ્ચખાણ લેનાર વ્યક્તિ પોતે લીધેલું વ્રત બહુ સારી રીતે ઉલ્લાસપૂર્વક પાળી શકતી. આથી જ એમની પાસે પચ્ચખાણ લેવા માટે પડાપડી થતી.
એક વખત પૂ. મહારાજશ્રી અમદાવાદથી ખંભાત પધાર્યા હતા. તે વખતે ખંભાતના સંઘે પૂ. મહારાજશ્રીને ચાતુર્માસ માટે રોકાઈ જવા બહુ વિનંતી કરી પણ પૂ. મહારાજશ્રીએ ચાતુર્માસ અમદાવાદમાં કરવાનો નિર્ણય કર્યો હતો એટલે ખંભાતનો સંઘ અત્યંત નિરાશ થઈ ગયો. છેવટે કોઈ મોટા આચાર્યને મોકલશે એમ કહ્યું. પછી પૂ. મહારાજશ્રીએ એમના એક સમર્થ શિષ્ય પૂ. શ્રી હેમચંદ્રસૂરિજીને ખંભાતમાં ચાતુર્માસ માટે જવા કહ્યું. પરંતુ પૂ. હેમચંદ્રસૂરિજીએ ખંભાતમાં ત્રણ ચાતુર્માસ કર્યા હતાં. એટલે એમણે પૂ. મહારાજશ્રીને કહ્યું, “ગુરુદેવ, મેં ખંભાતમાં ત્રણ ચાતુર્માસ કર્યા. હવે તરત ચોથું કરવાની ઈચ્છા નથી.”
પૂ. મહારાજશ્રીએ કહ્યું, “તમારી ભલે ઈચ્છા ન હોય, પણ તમારે ખંભાતમાં જ ચાતુર્માસ કરવાનું છે. તમે પાંચ છો તે દસ થઈને પાછા આવશો.”
અને ખરેખર એમ જ થયું. ગુરુભગવંતની આજ્ઞા થઈ એટલે પછી વિચારવાનું જ શું ? પૂ. હેમચંદ્રસૂરિજીએ ચોથું ચાતુર્માસ ખંભાતમાં જ કર્યું. એમનાં વૈરાગ્યગર્ભિત વ્યાખ્યાનોનો એટલો બધો પ્રભાવ પડ્યો કે પાંચ યુવાનો એમની પાસે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. ખરેખર, પૂ. મહારાજશ્રીએ જેવી વાણી ભાખી હતી તેવું જ થયું.
પૂ. મહારાજશ્રીના ચમત્કારિક અનુભવ ઘણાંને થયા છે. કેટલાકે પોતાના એવા અનુભવો વિશે લખ્યું પણ છે. મહારાજશ્રીના આશીર્વાદથી કોઇને શ્લોકો યાદ રહેવા લાગ્યા હોય, એમના નામનો જાપ કરવાથી કોઈના ઉપસર્ગો દૂર થઈ ગયા હતા, ભૂલા પડેલા કોઇકને રસ્તો જડી ગયો હતો, કોઇનો તાવ ઊતરી ગયો હતો, કોઈનો માનસિક રોગ કે ક્ષયરોગ મટી ગયો હતો, કોઈનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org