________________
४५८
પ્રભાવક સ્થવિરો
તેઓ જાતે તેમની સેવામાં લાગી જતા. ક્યારેક પોતાના સાધુઓને મોકલે. એક વખત બધા જ મુનિઓ બહાર ગયા હતા અને ઉપાશ્રયમાં પૂ. મહારાજશ્રી અને તાવમાં સૂતેલા એક બાલમુનિ હતા. એ બાલમુનિ લઘુનીતિ કરે તો પૂ. મહારાજશ્રી પોતે એ પરઠવી આવતા. ભગવાન મહાવીર સ્વામીનું વચન નેતાનું પડિલેવડું તે માં પડિલેવ (જે ગ્લાનની સેવા કરે છે તે મારી જ સેવા કરે છે.) એમના હૃદયમાં કોતરાઈ ગયેલું હતું.
પાલિતાણામાં પૂ. મહારાજશ્રી પોતે બિરાજમાન હતા ત્યારે એક શિષ્યનું સ્વાચ્ય એકદમ બગડી ગયું. પરિસ્થિતિ ગંભીર બની ગઈ. અંતિમ ઘડી ગણાવા લાગી. પૂ. મહારાજશ્રી એ શિષ્ય પાસે બેસીને આખી રાત નવકાર સંભળાવતા, એમનું માથું દબાવતા તથા એમના પગે સુંઠ ઘસી આપતા હતા. આખી રાતનો ઉજાગરો થયો, પણ સવાર થતાં શિષ્યને સારું લાગવા માંડ્યું અને ક્રમે ક્રમે તબિયત બરાબર થઈ ગઈ, જાણે મૃત્યુના મુખમાંથી ગુરુમહારાજે પાછો બોલાવી લીધો હતો.
એક વખત પૂ. મહારાજશ્રી પોતાના શિષ્યો સાથે ઉગ્ર વિહાર કરીને બીજે સ્થળે પધાર્યા. ત્યાં પહોંચીને બધા શિષ્યો પોતપોતાના કાર્યમાં લાગી ગયા, પણ એક નવદીક્ષિત પ્રશિષ્ય સૂઈ ગયા હતા. પૂ. મહારાજશ્રીએ એ જોયું કે તરત એની પાસે જઈને વહાલથી પૂછ્યું, “કેમ સૂઈ ગયા છો. શિષ્ય કહ્યું, “કમર બહુ દુઃખવા આવી છે.”
“એમ? લાવ, હું દબાવી દઉં.' શિષ્યની ઘણી આનાકાની છતાં મહારાજશ્રીએ એની કમર પર ઊભા રહીને એવી હળવી રીતે દબાવી આપી કે એ શિષ્યનો દુખાવો તરત મટી ગયો હતો. પોતે મોટા આચાર્ય છે એવી સભાનતા તેઓ ક્યારેય રાખતા નહિ.
મહારાજશ્રીમાં વાત્સલ્યભાવ પણ ઘણો હતો. એક બાલમુનિ પિંડવાડાના હતા. એક વખત પૂ. મહારાજશ્રી સાથે તેઓ બધા પિંડવાડા પધાર્યા ત્યારે બાલમુનિના સંસારી સ્વજનોએ એમને ગોચરીમાં એક પિપરમિન્ટ વહોરાવી. બાલમુનિને એવો ભાવ થયો કે પિપરમિન્ટ પોતે વાપરે એને બદલે ગુરુ મહારાજ વાપરે તો પોતાને વધુ આનંદ થશે. એમણે ગોચરી વખતે પૂ. મહારાજશ્રીને એ પિપરમિન્ટ આપી. મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, આવી વસ્તુઓ તો તમારા જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org