________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
વખતે એંઠા મોંઢે ક્યારેય કશું બોલવું નહિ. ભૂલથી બોલાઈ જાય અને પછી જ્યારે પણ યાદ આવે ત્યારે તરત વીસ ખમાસમણાં દેવાં. વૃદ્ધાવસ્થામાં, જીવનના છેલ્લાં વર્ષોમાં શરીર જ્યારે અશક્ત થઈ ગયું હતું ત્યારે એક દિવસ ગોચરી વાપર્યા પછી બધા સાધુઓ પોતપોતાના અધ્યયનમાં લીન થઈ ગયા હતાં, ત્યાં અચાનક મહારાજશ્રી હાથમાં રજોહરણ લઈ ઊભા થઈ ખમાસમણાં આપવા લાગ્યા. બીજા મુનિઓએ પૂછ્યું તો કહ્યું, ‘હમણાં મારાથી ભૂલથી એંઠા મોંઢે બોલાઈ ગયું એટલે મારા અભિગ્રહ મુજબ વીસ ખમાસમણાં આપું છું.’
પોતાના હાથ નીચેના સાધુઓને પંચાચારના પાલનમાં પ્રોત્સાહિત કરવા માટે પૂ. મહારાજશ્રીએ પોતાના વડીલ શિષ્ય સાધુઓને શિખામણ આપતાં કહ્યું હતું કે જો વડીલોએ સારા શિષ્યો તૈયાર કરવા હોય તો તેઓએ કેટલીક વાતનો બરાબર ખ્યાલ રાખવો જોઇએ. વડીલોએ આશ્રિતોને ખાનપાનની બાબતમાં વારંવાર ટોકવા ન જોઇએ. વળી વડીલોએ પોતાનું જીવન પ્રેક ઉદાહરણરૂપ બનાવવું જોઇએ. એ માટે તપ, ત્યાગ અને સ્વાધ્યાયમય પોતાનું જીવન હોવું જોઇએ. તદુપરાંત વડીલોએ પોતાના આશ્રિતોના શરીરની પૂરી કાળજી રાખવી જોઇએ અને તેમને બહુ વાત્સલ્ય આપવું જોઇએ. વાત્સલ્યથી વશ થયેલો શિષ્ય વડીલોની સૂચના પ્રમાણે બધું કરવા તૈયાર થઈ જશે.
તેઓ નવદીક્ષિતને કેટલીક વાર સલાહ આપતા કે સાધુજીવનમાં સંયમના માર્ગે ઝડપથી આગળ વધવું હોય તો ત્રણ કક્કાને તિલાંજલિ આપજો. એ ત્રણ કક્કા તે કારશી, કાળિયો અને કાળું પાણી. કાશી એટલે નવકારશી. જેઓને નવકારશીની ટેવ પડી જાય છે તેનામાં પ્રમાદ આવી જાય છે. બને તો ફક્ત એક ટંક કે બે ટંક ગોચરી વાપરવી. જરૂર પડે તો પોરસી કરવી, પણ નવકારશી ન કરવી. કાળિયો એટલે કષાયો. રિસાઈ જવું, મોંઢું ચડાવવું, અભિમાન કરવું, ક્રોધ કરવો વગેરે અને કાળું પાણી એટલે ચા. એક વખત ચાની ટેવ પડી ગઈ પછી એના સમયે ચા વગર માથું દુ:ખશે. માટે ભૂલે ચૂકે ચાનું વ્યસન ન થવા દેતા.
પૂજ્ય મહારાજશ્રી પોતાના શિષ્યોને વય, કક્ષા, શક્તિ અને પ્રકૃતિ અનુસાર શિખામણ આપતા. તેઓ કહેતા કે સંયમ અને સ્વાધ્યાયમાં સતત
Jain Education International
૫૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org