________________
[૧૯]
શ્રી કુશળચંદ્રજી મહારાજ
વિક્રમની વીસમી શતાબ્દીમાં જૈન સાધુસંસ્થામાં ક્રિયોદ્ધારનું એક મોટું મોજું વ્યાપી ગયું હતું. એની પૂર્વેના બેત્રણ સૈકાઓમાં, વિવિધ કારણોને લીધે, જૈન સાધુસંસ્થામાં ધીમે ધીમે શિથિલતા પ્રવેશી ગઈ હતી. રાજ્યાશ્રય મળતાં તથા અન્ય પરિબળોને લીધે શ્રીપૂજ્ય-યતિ-ગોરજીઓનું વર્ચસ્વ જૈન સમાજ ઉપર વધી ગયું હતું.
એ યતિ–ગોરજીઓના અનુચિત પ્રભુત્વમાંથી જૈન સમાજને મુક્ત કરાવવામાં ત્યાગ-વૈરાગ્યમય, વ્રતનિયમયુક્ત, સંવેગી એવી સાધુસંસ્થાને પુનર્સ્થાપિત કરવામાં કેટલાક મહાત્માઓએ પોતાના સંયમપૂર્વકના જીવનના ઉત્તમ ઉદાહરણ વડે જે અમૂલ્ય ફાળો આપ્યો છે એમાં કચ્છના પ. પૂ. શ્રી કુશલચંદ્રજી ગણિવરનું નામ પણ મોખરે છે.
‘યતિ' શબ્દનો સાદો અર્થ થાય છે ‘સાધુ’. એક જમાનામાં યતિ અને સાધુ વચ્ચે કંઈ ફરક નહોતો. પરંતુ ભારતમાં મુસલમાનોના શાસનકાળ દરમિયાન, વિશેષતઃ જગદ્ગુરુ શ્રી હીરવિજયજીસૂરિના કાળ પછી જૈન સાધુસંસ્થામાં જે શિથિલતા પ્રવેશી એને લીધે સંવેગી સાધુઓથી યતિઓનો વર્ગ જુદો પડતો ગયો એટલું જ નહિ, યતિઓ બહુમતીમાં આવી ગયા. શ્રીપૂજ્ય, યતિ, ગોરજી જેવા શબ્દો તેમની પદવી અનુસાર વપરાવા લાગ્યા. તેઓ જૈન સાધુનો વેશ ધારણ કરતા, પણ ઠાઠમાઠથી રહેતા. વાહનનો ઉપયોગ કરતા. તેઓની ગાદીઓ સ્થપાતી અને એના ઉપર એમનો હક રહેતો. તેઓ સોનું, ચાંદી, રત્નો રાખતા. તેઓ જ્યોતિષ, મંત્રતંત્ર, દોરાધાગામાં પડી ગયા હતા. કેટલાક એ દ્વારા ગુજરાન ચલાવતા. તેઓ રાજા કે અધિકારીવર્ગને પ્રસન્ન કરતા અને એમના પીઠબળથી અમુક નગરોમાં પોતાનું વર્ચસ્વ જમાવી કોઈ બીજા સાધુને ત્યાં આવવા દેતા નહિ, અથવા આવે તો પગે લગડાવતા, અલબત્ત, કેટલાક યતિઓ સાચું સાધુજીવન જીવતા. તેઓ શાસ્ત્રાભ્યાસ કરતા અને આચારનું કડક પાલન કરતા. તેઓ વ્યાખ્યાન પણ આપતા અને લોકોને બોધ પમાડતા. જૈન સાધુપરંપરાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org