________________
શ્રી કુશળચંદ્રજી મહારાજ
શ્રી કલ્યાણવિમલજી મહારાજે કહ્યું, “આમ તો શ્રી હર્ષચંદ્રજી કે બીજા કોઈ દીક્ષા નહિ આપે. પણ એક કામ કરો. તમે તમારી મેળે સાધુનો વેશ પહેરી લો. ઓઘો કે પાતરાં પાસે ન રાખશો. સવારે તમે શત્રુંજયની તળેટીમાં જઈને બેસો. એટલે જતા-આવતા લોકોને તમારા આશયની જાણ થશે. પછી જ્યારે શ્રી હર્ષચંદ્રજી ડુંગર પરથી નીચે ઉતરે, ત્યારે તમે તમારી વાત કરજો.”
શ્રી કલ્યાણવિમલજી મહારાજે બતાવેલી યુક્તિ તેઓને ગમી ગઈ. એ પ્રમાણે તેઓ તળેટીમાં સાધુનો વેશ ધારણ કરીને બેઠા. એથી કેટલાયે લોકોએ પૂછપરછ કરી. શ્રી હર્ષચંદ્રજી યાત્રા કરીને જ્યારે ડુંગર પરથી નીચે ઊતર્યા
ત્યારે આ યુવાનોએ તેમને કચ્છી ભાષામાં વિનંતી કરી કે “મહારાજજી, અમને દિક્ષા આપો.” શ્રી હર્ષચંદ્રજી તેઓને જોઈ જ રહ્યા. પછી તેઓ તેમને ઉપાશ્રય લઈ ગયા, બધી પૂછપરછ કરી અને પોતાની સાથે પંદરેક દિવસ નરશી નાથાની ધર્મશાળામાં રાખ્યા. જ્યારે એના ત્યાગવેરાગ્યની દઢ ખાતરી થઈ ત્યારે દીક્ષા આપવાનો એમણે નિર્ણય કર્યો. એ મુજબ આ પાંચ મિત્રોને શ્રી હર્ષચંદ્રસૂરિએ વિ. સં. ૧૯૦૭ના માગશર સુદ સાતમના દિવસે પાલિતાણામાં નરશી નાથાની ધર્મશાળામાં સંઘ સમક્ષ સંવેગી દીક્ષા આપી અને તેમનાં નામ અનુક્રમે આ પ્રમાણે રાખવામાં આવ્યાંઃ (૧) હેમરાજભાઈ તે મુનિ શ્રી હેમચંદ્ર, (૨) કોરશીભાઈ તે મુનિ શ્રી કુશળચંદ્ર, (૩) ભાણાભાઈ તે મુનિશ્રી ભાનુચંદ્ર, (૪) વેરશીભાઈ તે મુનિ શ્રી બાલચંદ્ર અને (૫) આસધીરભાઈ તે મુનિ શ્રી અગરચંદ્ર.
શ્રી હર્ષચંદ્રસૂરિજી નાગોરી તપાગચ્છ (પાર્જચંદ્રગચ્છ)ના એકોતેરમાં પટ્ટધર હતા. તેઓ શાસ્ત્રોના જ્ઞાતા હતા અને શાસ્ત્રાનુસાર ચારિત્રપાલનમાં ચુસ્ત હતા. તેઓ શ્રીપૂજય હતા, પરંતુ સંવેગ પાક્ષિક હતા. તેઓ યતિઓના સમુદાયના આચાર્ય-ભટ્ટારક હતા, પરંતુ તે પદનો કશો ઠાઠમાઠ રાખતા ન હતા, તેઓ પાર્જચંદ્રગચ્છના હતા, છતાં બીજા ગચ્છના આચાર્યો સાથે આદર-બહુમાન સહિત સુમેળભર્યા સંબંધ ધરાવતા હતા. એ સમયના સંવેગી મહાત્માઓ શ્રી મણિવિજયજી દાદા, શ્રી મૂલચંદજી મહારાજ, શ્રી ચિદાનંદજી મહારાજ (શ્રી કર્ખરવિજયજી) વગેરે સાથે તેમને ગાઢ સંબંધ હતો. શ્રી હર્ષચંદ્રજી કવિ હતા અને પદોની રચના કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org