________________
૪૯૬
પ્રભાવક સ્થવિરો
મહારાજે અમને પાણી અને છાશ લઈને મોકલ્યા છે. ગુરુ મહારાજે કહ્યું કે
ભક્તિવિજયને વિહારમાં તરસ બહુ લાગે છે માટે તમે પાણી અને છાશ લઈને સામા જાવ.'
પાણી મળતાં ભક્તિવિજયને અત્યંત હર્ષ થયો. થાક ઊતરી ગયો. પોતાના ગુરુ મહારાજ કેટલું બધું ધ્યાન રાખે છે એ જાણીને ભાવથી મસ્તક નમી ગયું.
પૂ. મહારાજશ્રીને અમદાવાદમાં વિ.સં. ૨૦૧૮ના ચૈત્ર વદ ૫ના રોજ ૧૨૦ મહાત્માઓની હાજરીમાં દસ મુદ્દાનો પટ્ટક જ્ઞાનમંદિરમાં પાટ પરથી વાંચી સંભળાવ્યો હતો. એ વખતે એમના મુખ્ય પટ્ટધર પૂ. આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરિ પણ ઉપસ્થિત હતા. આ પટ્ટક કડક સાધુ-સામાચારી માટે હતો. અને સૌએ તે સહર્ષ સ્વીકાર્યો હતો. - પૂ. મહારાજશ્રી પોતે હંમેશાં સ્વાધ્યાયરત રહેતા અને પોતાના શિષ્યોને બરાબર સ્વાધ્યાય કરાવતા. દરેક શિષ્યને ન્યાય અને કર્મસિદ્ધાંતનો બરાબર અભ્યાસ હોવો જ જોઈએ એમ તેઓ માનતા. શિષ્યોને અભ્યાસ દરમિયાન કોઈ શ્રાવકો ખલેલ ન પહોંચાડે તેની પૂરી કાળજી રાખતા. શિષ્યોને અભ્યાસ માટે વારંવાર પ્રેરણા કરતા. કોઈ વખતે કોઈ મુનિને પૂ. મહારાજશ્રી કહે, ‘તું સંસ્કૃત ભાષા-વ્યાકરણની બે બુક પૂરી ન કરે ત્યાં સુધી મારે દૂધ બંધ છે.” આ સાંભળતાં જ મુનિરાજને ચાનક ચડે અને અભ્યાસ ઓછામાં ઓછા સમયમાં પૂરો કરે. કોઈકને વાત્સલ્યથી કહે કે, “આજે પાંચ શ્લોક કંઠસ્થ કરીને મને સંભળાવે નહિ તો મારે આજે ગોચરી વાપરવાનું બંધ છે. કોઈકને ક્યારેક કહે, “તું તત્ત્વાર્થસૂત્રનો પૂરો અભ્યાસ ન કરે ત્યાં સુધી મારે ફળ બંધ છે. એક વખત ગોચરી વાપરતી વેળાએ એક મુનિ મહારાજે એકદમ ભક્તિભાવમાં આવી જઈને પૂ. મહારાજશ્રીના પાતરામાં મીઠાઈનો ટુકડો મૂકી દીધો. હવે વાપર્યા વગર છૂટકો નહોતો. તે વખતે પૂ. મહારાજશ્રીએ કહ્યું, “જુઓ હું તમારાં પ્રેમભક્તિને વશ થઈ અત્યારે મીઠાઈ વાપરું છું, પરંતુ હવેથી જ્યાં સુધી ભાનુવિજય, પદ્મવિજય, ચંદ્રશેખર, મિત્રાનંદ વગેરે આગમોનો અભ્યાસ પૂરો ન કરે ત્યાં સુધી મારે મીઠાઈ બંધ.'
આમ, પોતે વાત્સલ્યપૂર્વક વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરીને શિષ્યોને વિદ્યાભ્યાસ માટે પ્રેરણા આપતા.
પૂ. મહારાજશ્રી શિષ્યોને સ્વાધ્યાય માટે પ્રેરણા કરવાના આશયથી પોતે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org