________________
૪૯૪
પ્રભાવક સ્થવિરો
હોતો નથી, તો પછી આ પત્ર શા માટે આવ્યો ?'
તપાસ કરતાં જાણવા મળ્યું કે “જયલક્ષ્મી' એટલે મહારાજશ્રીના પોતાના જ બે ચેલા જયવિજયજી અને લક્ષ્મીવિજયજી. તેઓએ સંયુક્ત નામે પત્ર લખ્યો હતો માટે “જયલક્ષ્મી' લખ્યું હતું. પરંતુ મહારાજશ્રીને એ ગમ્યું નહિ. એમણે એ શિષ્યોને ઠપકો આપ્યો અને આવી રીતે સંયુક્ત નામે કોઈને પણ પત્ર ન લખવા માટે આજ્ઞા કરી હતી.
મહારાજશ્રી ભક્તો વગેરે સાથે ટપાલ-વ્યવહાર બહુ ઓછો રાખતા. વિજાતીય વ્યક્તિ સાથે તો બિલકુલ નહિ. પોતાના શિષ્યો પણ એવો વ્યવહાર ન રાખે એ માટે તેઓ ચીવટ રાખતા. રોજેરોજ આવેલી બધી ટપાલ પોતે જોઈ જતા. શિષ્યો ઉપર આવેલી ટપાલ પણ પોતે ખોલીને વાંચતા. પોતે પૂનામાં હતા ત્યારે એક દિવસ એક પત્ર વાંચીને પૂ. મહારાજશ્રીએ પૂ. ભાનુવિજયજીની ખબર લઈ નાખી કે તમારે કોઈ શ્રાવિકાનો આવો પત્ર આવે જ કેમ ? પૂ.શ્રી ભાનુવિજયજી પણ વિમાસણમાં પડી ગયા. પત્ર વાંચીને કહ્યું કે પોતે એવી કોઈ શ્રાવિકાને ઓળખતા નથી. પછી એમણે પૂ. મહારાજશ્રી પાસે કવર જોવા માગ્યું. તે વાંચતા જ વાત સમજાઈ ગઈ. જૂન્નર ગામના સરનામે લખાયેલો પત્ર ભૂલમાં નામસામ્યને કારણે પૂના આવી ગયો. જૂન્નરમાં એ સમયે બીજા એક ભાનુવિજય મહારાજ બિરાજમાન હતા, એમના માટે એ પત્ર હતો.
પૂ. મહારાજશ્રી પોતાને માટે ખાસ બનાવેલી ઉદિષ્ટ પ્રકારની ગોચરી વહોરતા નહિ. એવી દોષિત-આધાકર્મી ગોચરીને બદલે તેમનો આગ્રહ શાસ્ત્રાજ્ઞાનુસાર નિર્દોષ ગોચરી વહોરવાનો રહેતો. પોતે વિહારમાં હોય અને આગળ પોતાને માટે રસોડાં ચાલતાં હોય એવું ક્યારેય બનવા દેતા નહિ. તેઓ જેનોના ઘરેથી સાધુને માટે ખાસ બનાવેલી વાનગી વહોરતા નહિ, પરંતુ જરૂર પડે તો અજૈન ઘરોમાંથી નિર્દોષ ગોચરી વહોરતા. તેઓ પોતાના શિષ્યોને પણ એ પ્રમાણએ સૂચના આપતા.
એક વખત મહારાજશ્રી રાધનપુર તરફ વિહાર કરી રહ્યા હતા. રસ્તામાં એક ગૃહસ્થ શ્રાવકો માટે રસોડું ચાલુ કર્યું હતું. પરંતુ મહારાજશ્રીએ ત્યાંથી વહોર્યું નહિ. એમની સૂચનાનુસાર એમને માટે લુખ્ખા ખાખરા અને ગોળ એક મુનિ મહારાજ વહોરી લાવ્યા. એ વખતે એક વૃદ્ધ મુનિએ કહ્યું, “મને ભૂખ બહુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org