________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
૪૯૩
પોતાના શિષ્યોની સંયમની આરાધના બરાબર દૃઢ રહે એ માટે ઉપાશ્રયમાં તેમના સૂવાની-સંથારો કરવાની પદ્ધતિ પણ પોતે અનોખી અપનાવેલી. બે યુવાન સાધુના સંથારા વચ્ચે એક વૃદ્ધ સાધુનો સંથારો રખાવતા. વળી પોતે રાતના બાર વાગે અને બે-ત્રણ વાગે જાગીને બધાના સંથારા જોઈ આવતા.
પહેલાં સંયમ, પછી વિદ્વતા' એ એમનો મુદ્રાલેખ હતો. કોઈ મુનિમાં વિદ્વતા ઓછી હશે, ગાથાઓ ઓછી કંઠસ્થ રહેતી હશે તો ચાલશે, પણ ચારિત્રમાં શિથિલતા નહિ ચાલે. તેઓ વારંવાર પોતાના મુનિઓને સંબોધીને ઉગાર કાઢતા, “મુનિઓ! મોહરાજાના સુભટો વિવિધ રૂપ કરીને આપણને મહાત કરવા તૈયાર જ હોય છે. માટે પળેપળ સાવધાન રહેજો. બ્રહ્મચર્ય વ્રત સર્વ વ્રતોમાં શિરમોર છે. એના પાલનમાં જે હિંમત હારી જાય તેના બીજા વ્રતોની કશી કિંમત રહેતી નથી.”
પૂ. મહારાજશ્રી યુવાન વયના હતા ત્યારે સરસ વ્યાખ્યાન આપતા. એક દિવસ એક યુવાન શ્રાવિકાએ કહ્યું કે “મહારાજશ્રી! આપનું વ્યાખ્યાન બહુ સરસ હતું. એ અંગે મારે કેટલુંક પૂછવું છે તો આપની પાસે ક્યારે આવું?' એ શ્રાવિકાની આવી વાત સાંભળતાં જ પૂ. મહારાજશ્રી સાવધ થઈ ગયા. એમને થયું કે આ રીતે વ્યાખ્યાનના નિમિત્તે સ્ત્રીઓનો સંસર્ગ વધી જાય, એટલે એમણે શક્ય હોય ત્યાં પોતે વ્યાખ્યાન આપવાનું માંડી વાળ્યું. પછી તો એમના પટ્ટધર શિષ્ય પ.પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સાથે હોય અને તેઓ વ્યાખ્યાન આપતા. ઉત્તરાવસ્થામાં એમની સાથેના બીજા શિષ્યો એ જવાબદારી ઉપાડી લેતા. આવા અનુભવના આધારે પૂ. મહારાજશ્રીએ પછી તો સાધ્વીજીઓ અને શ્રાવિકાઓને પાઠ ન આપવો, ભણાવવાં નહિ એવો અભિગ્રહ જીવનપર્યત ધારણ કરેલો. આમ છતાં કોઈ સાધ્વીજીને ખરેખર કંઈ સંશય હોય, કર્મ સિદ્ધાન્ત વિશે કંઈ જાણવું હોય તો પોતાના સમર્થ શિષ્યોને પોતાની સાથે બેસાડતા અને એમની પાસે સાધ્વીજીઓને ઉત્તર અપાવતા.
એક વખત પૂ. મહારાજશ્રી પર એક પત્ર આવ્યો હતો. સુખશાતા પૂછવા અંગેનો સામાન્ય પત્ર હતો, પણ છેલ્લે લખ્યું હતું કે “જયલક્ષ્મીની વંદના'. પત્ર વાંચતા પૂ. મહારાજશ્રી વિચારમાં પડી ગયા. આ જયલક્ષ્મી કોણ? અને મને શા માટે પત્ર લખે? મારે કોઈ મહિલાઓ-શ્રાવિકા કે સાધ્વી સાથે પત્રવ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org