________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
ચાતુર્માસમાં આહારમાં તેઓ ફક્ત બે જ વાનગી વાપરતા. દાળ અને રોટલી અથવા શાક અને રોટલી. તેઓ કહેતાઃ ‘દાળ અને રોટી, બીજી વાત ખોટી.’ મહારાજશ્રી સ્થંડિલ (ઠલ્લે) માટે વાડામાં જવાનું પસંદ કરતા નહિ, પણ ગામને પાદરે, ખુલ્લામાં યોગ્ય ભૂમિમાં જવાનું રાખતા. એ માટે બે-ત્રણ કિલોમિટર ચાલવું પડે તો કચવાટ વગર ચાલતા. તેઓ ઘણુંખરું બપોરે સ્થંડિલ જવાનું રાખતા. જ્યારે રસ્તો બહુ તપી ગયો હોય ત્યારે પણ શાંતિથી કશી પણ ફરિયાદ કર્યા વિના ચાલતા જતા. શારીરિક સહિષ્ણુતા એમનામાં ગજબની હતી. અમદાવાદમાં હોય તો ઉનાળામાં ભરબપોરે ઉઘાડા પગે સાબરમતીના કિનારે સ્થંડિલ જતા, તેમ છતાં એમના ચહેરા પર પ્રસન્નતા રહેતી.
જેવી શારીરિક સહિષ્ણુતા એમનામાં હતી તેવી જ માનસિક સહિષ્ણુતા હતી. કદાચ કોઈ સાધુ કે શ્રાવક ગમે તેમ બોલી જાય તો પણ તેઓ સમતાભાવ રાખતા. ગમે તેવા વ્યવહારમાં તેઓ સામી પ્રતિક્રિયા કરતા નહિ.
૪૯૧
એક વખત પાલિતાણામાં શ્રાવિકાશ્રમના દેરાસરમાં મહારાજશ્રીના હસ્તે પ્રતિષ્ઠા હતી ત્યારે અમદાવાદથી ૬૦ ઠાણા સાથે તેમનો વિહાર નક્કી થયો. એ દિવસોમાં વિહાર ઘણો કઠિન હતો. આટલા બધા ઠાણા હોય અને રસ્તામાં ગોચરી વગેરેની તથા અન્ય જરૂરિયાતની વ્યવસ્થા બરાબર ન હોય. એટલે અમદાવાદના સંઘના શ્રેષ્ઠીઓએ મહારાજશ્રી સાથે એક ગાડું મોકલવાનું નક્કી કર્યું કે જેથી જરૂર પ્રમાણે ઉપયોગ થઈ શકે. મહારાજશ્રીને આ વાતની ખબર પડી. એમણે તરત શ્રેષ્ઠીઓને બોલાવીને કહ્યું, ‘અમારે વિહારમાં સાથે ગાડું ન જોઈએ. અમને અગવડ ઘણી પડશે, પણ તે અમે વેઠી લઈશું,' એટલે વિહારમાં સાથે ગાડું લઈ જવાનું માંડી વાળવું પડ્યું હતું.
પૂ. મહારાજશ્રી પોતે ઘડિયાળ ન રાખે અને પોતાના સાધુઓને પણ રાખવા દેતા નહિ. તેઓ કહેતા કે સાધુઓને મહાવરાથી કાળની ખબર પડવી જોઈએ. એક વખત પૂનામાં તેઓ બિરાજમાન હતા ત્યારે એમણે કેટલાક સાધુઓને અન્યત્ર વિહાર કરવાની આજ્ઞા આપી હતી. એ સાધુઓ સવારના પાંચેક વાગ્યા હશે એમ ધારીને કેડ બાંધીને તૈયાર થઈ ગયા. મહારાજશ્રીએ ત્યારે તેઓને કહ્યું: ‘હજુ વાર છે. અત્યારે રાતના માંડ બે વાગ્યા હશે.’
પૂ. મહારાજશ્રી સાધુઓને સવારે ચાર-પાંચ વાગે અંધારામાં વિહાર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org