________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
લાગી છે. અશક્તિ લાગે છે. લુખ્ખા ખાખરા મને નહિ ફાવે. એથી મને પિત્ત થાય છે, માટે મને રસોડે ગોચરી વહોરવાની રજા આપો.’ મહારાજશ્રીએ તરત એમને રજા આપી. તેઓ તૈયાર થઈને નીકળતા હતા ત્યાં જોયું કે પોતાના ગુરુ મહારાજ તો ખાખરા વાપરીને એકાસણું કરવા બેસી ગયા છે. તેઓ ગોચરી વહે૨વા બહાર ગયા ખરા, પણ અડધેથી પાછા આવ્યા અને કહ્યું, ‘મારે રસોડાની ગોચરી નથી વાપરવી. હું પણ આપની સાથે લુખ્ખા ખાખરા વાપરીશ.'
લશ્કરમાં જેમ એક સ્થળેથી કૂચ કરીને દૂરના બીજા કોઈ સ્થળે પહોંચવાનું હોય ત્યારે ત્યાં પહોંચ્યા પછી ઉપરી અધિકારી સૈનિકોની સંખ્યા બરાબર છે કે કોઈ છૂટું પડી ગયું છે તેની ગણતરી કરી લે, તેમ પૂ. મહારાજશ્રી સામાન્ય રીતે ૩૦-૪૦-૫૦ કે ૮૦-૧૦૦ શિષ્યો સાથે વિહાર કરતા. વિહારમાં એમની પણ એ જ પદ્ધતિ હતી કે સંખ્યા ગણી લેવી. જૂના વખતમાં સીધી સડકો ઓછી હતી. ક્યારેક વગડામાંથી કે ખેતરોમાંથી પણ વિહાર થતો. ત્યારે કોઈક વખત એક સાધુ, કોઈક વખત બેપાંચ સાધુ ભૂલા પડતા. તો તેમની શોધ કરવા માટે તરત શ્રાવકોને મોકલતા. ક્યારેક અંધારું થઈ ગયું હોય તો ફાનસ સાથે માણસોને મોકલતા. ભૂલા પડ્યા પછી અંધારી રાત થઈ ગઈ હોય અને ઝાડ નીચે મુકામ કર્યો હોય એવા સાધુઓની પણ ભાળ મેળવીને ઉપાશ્રયે લઈ આવતા. એકવાર સાધુઓની સંખ્યા એક ઓછી થતી હતી અને ખબર નહોતી પડતી કે કોણ બાકી રહી ગયું છે. ત્યારે એક શિષ્યે ધ્યાન ખેંચેલું કે, ‘મહારાજશ્રી, નીકળતી વખતે સંખ્યામાં અમે આપની પણ ગણના કરી હતી અને અત્યારે આપ પોતાને ગણતા નથી.’ પોતાની ભૂલ સમજાતાં મહારાજશ્રીના ચહેરા પર નિર્દોષ હાસ્ય પ્રસરી રહ્યું હતું.
વિહાર હોય ત્યારે મહારાજશ્રી પોતાના શિષ્યોની પૂરી કાળજી રાખતા. એક વખત પૂ. મહારાજશ્રી ભાવનગરમાં બિરાજમાન હતા ત્યારે બે સાધુઓ ભાવનગર આવી રહ્યા હતા. ઉનાળાના દિવસો હતા અને વિહાર લાંબા હતા. એમાં મુનિ ભક્તિવિજયને વિહારમાં તરસ બહુ લાગી હતી. એથી થાક લાગ્યો હતો અને ચાલવામાં મંદતા આવી ગઈ હતી. એવામાં દૂરથી બે સાધુઓ આવતા દેખાયા. નજીક આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ તો પોતાના જ ગુરુબંધુ છે. તેઓ આમ ક્યાં જતાં હશે એવો પ્રશ્ન થયો. ત્યાં તો તેઓ પાસે આવી પહોંચ્યા. કહ્યું, ‘ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
૪૯૫
www.jainelibrary.org