________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
અમુક વસ્તુનો ત્યાગ કરવાની વાત કરતા એ એમના વ્યક્તિત્વનું એક પાસું હતું, પણ પોતે એ માટે સામેથી દ્રવ્ય વાપરવાની વાત કરે એ એમના વ્યક્તિત્વનું બીજું પાસું હતું. મહારાજશ્રી સામાન્ય રીતે એકાસણાં કરતા. પરંતુ એક વખત એમણે પોતાના શિષ્યો શ્રી ધર્માનંદવિજયજી અને શ્રી હેમચંદ્રવિજયજી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે ‘જો તમે બંને ૩૦ હજાર શ્લોક પ્રમાણે ‘કમ્મપયડી’ની ટીકા દસ દિવસમાં બરાબર સમજીને પૂરેપૂરી વાંચો તો પછી હું તમારી સાથે દસ દિવસ સવારે નવકારશી કરીશ.’ નવકારશી કરાવીને પોતાના ગુરુ મહારાજની ભક્તિ કરવાની આ તો સુંદર તક હતી. એટલે તેઓ બંનેએ ગુરુદેવની દરખાસ્ત મંજૂર રાખી અને કમ્મપયડીની ટીકા વાંચવા લાગી ગયા. રોજના સરેરાશ ત્રણ હજાર શ્લોક થાય. બરાબર દસમા દિવસે સાંજે તેઓએ સ્વાધ્યાય પૂરો કર્યો અને ગુરુ ભગવંતને નવકારશી કરાવવાનો લાભ મેળવ્યો હતો.
પૂ. મહારાજશ્રીમાં લઘુતા ઘણી હતી. તેમનું પિંડવાડામાં જ્યારે કર્મસાહિત્યનું લેખનકાર્ય ચાલતું હતું ત્યારે તેમની ઈચ્છા કર્મસિદ્ધાન્ત અંગે દિગંબર માન્યતાઓને પણ વિચારી-સમાવી લેવાની હતી. એ માટે કોઈ દિગંબર પંડિત સાથે ચર્ચાવિચારણા કરવી જોઈએ. એ માટે જે યોગ્ય મહેનતાણું હોય તે આપવું જોઈએ. તપાસ કરાવતાં એક સમર્થ દિગંબર પંડિત પિંડવાડા આવીને રહેવા માટે તૈયા૨ થયા. પરંતુ એમણે શરત મૂકી કે પોતાને ગાયનું દૂધ, ગાયનું ઘી, ઘંટીનો લોટ, કૂવાનું પાણી વગેરે જોઈશે. એમની એ શરત સ્વીકારવામાં આવી. પરંતુ એમણે એવી શરત મૂકી કે ‘હું તમારા આચાર્ય મહારાજને વંદન નહિ કરું.’ પૂ. મહારાજશ્રીએ એ શરત પણ મંજૂર રાખી. એટલે એ પંડિત પિંડવાડા આવ્યા અને કર્મસિદ્ધાન્ત અંગે દિગંબર મત સમજાવવા લાગ્યા. પહેલે બીજે દિવસે તો એમણે મહારાજશ્રીને વંદન કર્યા નહિ, પણ મહારાજશ્રીની સરળતા, નિરાભિમાનતા, નિસ્પૃહતા, પ્રેમ, વાત્સલ્ય, તપત્યાગ અને વિશેષ તો કર્મસિદ્ધાન્તની જાણકારી જોઈને સહજ રીતે જ પંડિતે પૂ. મહારાજશ્રીએ ના કહી છતાં રોજરોજ વંદન કરવાનું ચાલુ કરી દીધું અને કહેવા લાગ્યા કે ‘સમસ્ત જૈન સાધુસમાજમાં આવા મહાત્મા મેં કદી જોયા નથી.’
ગ્લાનસેવા એ પૂ.મહારાજશ્રીની એક સ્વભાવગત લાક્ષણિકતા હતી. પોતાનાથી વય કે પદમાં મોટા હોય કે નાના હોય, સ્વ સમુદાયના હોય કે અન્ય સમુદાયના,
Jain Education International
૪૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org