________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
४८८
પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીએ એમને અંજલિ આપતાં લખ્યું છે કે “નમ્રતા વિના વિનયગુણ, જાતને ભૂલ્યા વિના વૈયાવચ્ચ ગુણ, તકલીફ ભોગવવાના નિર્ણય વિના સંયમપાલન ગુણ, સ્વાદને માર્યા વિના તપ ગુણ અને અંતર્મુખ બન્યા વિના સ્વાધ્યાય ગુણ આવે નહિ. આ મહાપુરુષે સંયમ સ્વીકાર્યા બાદ સંયમના પાયાના ગુણો એવા વિનય, વૈયાવચ્ચ, તપ, સંયમ અને સ્વાધ્યાયને જીવનના પ્રાણસમા બનાવી દીધાં હતાં. આ મહાપુરુષ જીવનમાં જે રીતે આગળ વધ્યા તે અમે નજરે જોયું છે. તે રીતે આગળ વધવામાં આ પાંચ ગુણોનો મહાપ્રતાપ છે.'
- પ. પૂ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજીએ લખ્યું છે, “સિદ્ધાન્ત મહોદધિ સંઘકૌશલ્યાધાર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા પણ વર્તમાન યુગની એક અનન્ય બ્રહ્મમૂર્તિ હતા. વિકાસમાન યુવાનીમાં જ સંસારત્યાગ કરવા છતાં વિરાટ સંયમકાળમાં ક્યારેય તેઓશ્રીના આત્માને અબ્રહ્મનું કલંક સ્પર્શી શક્યું નહોતું.”
- પ. પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજીએ લખ્યું છે, “વાત્સલ્યમૂર્તિ ભગવાન શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા! ત્રણસો ને પચાસ મુનિઓ-બાળકોની મા !..કઠોરતમ સંયમપંથને પણ સુંવાળો બનાવી આપવાની અનુપમ સિદ્ધિ આ “મા”એ પ્રાપ્ત કરી હતી. સંયમધર આત્માઓના સર્વ પ્રદેશે એમણે વાત્સલ્યભાવનાં અમીછાંટણાં કરી દીધાં હતાં. વાત્સલ્ય લઈને એમણે સાધુઓને રોજ ૧૪ થી ૧૮ કલાકનો સ્વાધ્યાય કરતા કરી દીધા હતા.'
- પૂજ્ય મહારાજશ્રીના ૮૪ વર્ષના આયુષ્યમાં ૬૭ વર્ષનો દીક્ષાપર્યાય હતો. દીક્ષા પર્યાય દરમિયાન તેમણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળે વિહાર કર્યો હતો અને ઘણે સ્થળે ચાતુર્માસ કર્યા હતાં. આ ચાતુર્માસમાં તેમણે સૌથી વધુ ચાતુર્માસ અમદાવાદ અને મુંબઈ કર્યા હતાં. તદુપરાંત પાટણ, ખંભાત, વડોદરા, પિંડવાડા વગેરે નગરોમાં એમણે એક થી વધુ ચાતુર્માસ કર્યા હતા. બીજી બાજુ એમણે દરાપરા, વટાદરા, શિનોર જેવાં નાનાં ગામડાંઓમાં પણ ચાતુર્માસ કર્યા હતાં. એમના જીવનકાળ દરમિયાન દીક્ષા, અંજનશલાકા-પ્રતિષ્ઠા, યાત્રાસંઘ, ઉપધાનતપ વગેરેના અનેક મહોત્સવો થયા હતા. વસ્તુતઃ તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ઉલ્લાસ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org