________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
४८७
જોશભેર ચાલી હતી. પિંડવાડામાં મહારાજશ્રીના સંસારી ભાણેજે પણ દીક્ષા લીધી હતી અને એમનું નામ પૂ. શ્રી વીરરત્નવિજયજી રાખવામાં આવ્યું હતું.
પૂ. મહારાજશ્રીના મુખ્ય શિષ્યો પૂ. શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ અને પૂ. શ્રી ભાનુવિજયજી મહારાજ પણ હવે સ્વતંત્ર વિહાર કરવા લાગ્યા હતા અને તેઓ પણ કેટલાયે દીક્ષાર્થીઓને લાવીને પૂ. મહારાજશ્રી પાસે દીક્ષા અપાવતા હતા. પૂ. શ્રી ભાનુવિજયજી તો પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી શિબિરો યોજતા હતા અને દીક્ષાર્થીઓને દીક્ષા લેતાં પહેલાં અને દીક્ષા લીધા પછી સંગીન અભ્યાસ કરાવતા. આ રીતે શિષ્યો દ્વારા પ્રશિષ્યોની દીક્ષાની સંખ્યા વધતી ચાલી. મહારાષ્ટ્રમાં પૂ. મહારાજશ્રી બીજી વાર પધાર્યા ત્યારે જુદે જુદે સ્થળે મળીને એક જ દિવસે ચાલીસ જેટલી દીક્ષા થઈ હતી. જાણે કે દીક્ષાનો જુવાળ ન આવ્યો હોય !
પૂ. મહારાજશ્રીના પ્રભાવક વ્યક્તિત્વથી અને મધુર વત્સલ હિતકારી વાણીથી કેટલાક શ્રીમંતોનું પણ હૃદયપરિવર્તન થયું હતું. મુંબઇમાં શેઠ જીવતલાલ પ્રતાપસીના નાના ભાઈ કાન્તિલાલ અને એમનાં પત્ની સુભદ્રાબહેનના પુત્ર મેટ્રિક પાસ થયા પછી કૉલેજમાં ન જતાં ધર્મના રંગે એવા રંગાઈ ગયા હતા કે એમણે પૂ. મહારાજશ્રીના હસ્તે મુંબઈમાં દીક્ષા લીધી અને એમનું નામ રાખવામાં આવ્યુંમુનિશ્રી ચંદ્રશેખરવિજયજી.
પૂ. મહારાજશ્રી પિંડવાડા, પાટણ, અમદાવાદ વગેરે સ્થળે ચાતુર્માસ કરી, રાજસ્થાન અને ગુજરાતમાં વિવિધ સ્થળે વિચારીને અમદાવાદ પધાર્યા. જીવનનાં આ પાછલાં વર્ષોમાં એમને હૃદયરોગ ચાલુ થયો હતો અને કેટલીક વાર છાતીમાં ભારે દુઃખાવો થતો. એમ છતાં તેઓ આહાર વગેરેની બાબતમાં સાધ્વાચારને લક્ષમાં રાખી પૂરી સાવધાની રાખતા.
આ વિહાર દરમિયાન તેઓ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ઉત્સવો યોજાતા. અમદાવાદમાં હવે ગ્રંથપ્રકાશનનો મહોત્સવ થયો. પૂ. મહારાજશ્રીની ભલામણથી પૂ. શ્રી ભાનુવિજયજીએ સંસ્કૃત ભાષા-વ્યાકરણ, પ્રાકૃત ભાષા-વ્યાકરણ, ન્યાયશાસ્ત્રમાં જે શિષ્યોને તૈયાર કર્યા તેમાં પૂ. શ્રી જયઘોષવિજયજી, પૂ. શ્રી ધર્માનંદવિજયજી, પૂ. શ્રી ગુણરત્ન વિજયજી, પૂ. શ્રી વીરશેખરવિજયજી એવા સજ્જ થઈ ગયા હતા કે તેઓને પૂ. મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ કર્મ સિદ્ધાન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org