________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
૪૮૫
* ત્યાર પછી વિહાર કરતા કરતા પૂ. મહારાજશ્રી પોતાના ગુરુ ભગવંત અને શિષ્ય સમુદાય સાથે મુંબઈ પધાર્યા. એમના હાથે દીક્ષિત થનારની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. પરંતુ પૂ. મહારાજશ્રીની ભાવના એવી રહેતી કે બધાંને પોતાના શિષ્યો બનાવવાને બદલે પોતાના શિષ્યોના શિષ્યો બનાવવા. મુંબઇમાં વિ. સં. ૧૯૮૭માં મહારાજશ્રીને ઉપાધ્યાયની પદવી અને પૂ. શ્રી રામવિજયજીને પંન્યાસની પદવી આપવામાં આવી.
પૂ. મહારાજશ્રીના શિષ્યસમુદાયમાં કેટલાક તો શ્રીમંતાઇનો ત્યાગ કરીને આવ્યા હતા. મુંબઈ પછી અમદાવાદમાં સ્થિરતા થઈ તે દરમિયાન બે વિશિષ્ટ કોટિના યુવાન સગા ભાઈઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ કાંતિલાલ અને પોપટલાલ પૂ. મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા પછી દીક્ષા લેવાના ભાવવાળા થયા. પૂ. મહારાજશ્રીએ તેઓને દીક્ષા આપી અને તેઓનાં અનુક્રમે નામ રાખવામાં આવ્યાં મુનિ શ્રી ભાનુવિજયજી અને મુનિશ્રી પદ્મવિજયજી.
દરમિયાન પોતાની વૃદ્ધાવસ્થા અને વધતી જતી શારીરિક નબળાઈને લક્ષમાં રાખીને પ. પૂ. શ્રી દાનસૂરિ મહારાજે પૂ. મહારાજશ્રીને આચાર્યની પદવી અને પૂ. શ્રી રામવિજયજીને ઉપાધ્યાયની પદવી આપવાનો નિર્ણય કર્યો. ઘણી આનાકાની પછી તેઓએ પોતાના ગુરુભગવંતની આજ્ઞા માથે ચડાવી અને વિ. સં. ૧૯૯૧માં તેઓને રાધનપુરમાં મહોત્સવપૂર્વક એ પદવી આપવામાં આવી.
આચાર્યપદે આરૂઢ થતાં જ પૂ. મહારાજશ્રીમાં એક વિશિષ્ટ પ્રકારનું ગાંભીર્ય આવી ગયું. માથે મોટી જવાબદારી આવી. તેઓ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. પણ હવે તેઓ તેમાં વધુ ઊંડા ઊતરવા લાગ્યા. વળી હવે શિષ્યોનો સાથ પણ મળવા લાગ્યો કે જેથી પરિશ્રમભરેલું કામ વહેંચાઈ જાય. પૂ. મહારાજશ્રીએ જ્ઞાનભંડારોની હસ્તપ્રતોનું સંશોધન કરીને “કર્મપ્રકૃતિ', પંચસંગ્રહ', “નિશીથ ચૂર્ણિ' વગેરે ગ્રંથો સંપાદિત કરીને પ્રગટ કર્યા. તદુપરાંત “સંક્રમણકરણ', કર્મસિદ્ધિ', “માર્ગણાદ્વાર’ વગેરે ગ્રંથો પણ તૈયાર કર્યા.
હવે પૂ. મહારાજશ્રીના જીવનમાં અગાઉ હતી તેથી પણ વધુ ઉગ્ર તપશ્ચર્યા અને ત્યાગને સ્થાન મળવા લાગ્યું. તેઓ સ્વાધ્યાયની સાથે તમને જોડતા અને શિષ્યોને પણ તેમ કરવા પ્રેરણા કરતા. શિષ્યો માટે પંડિતની વ્યવસ્થા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org