________________
૪૮૪
પ્રભાવક સ્થવિરો
જાહેર સમારંભ વગર ગુપ્તપણે દીક્ષા આપવામાં આવી હતી. એમનું નામ મુનિ રામવિજયજી રાખવામાં આવ્યું અને એમને પૂ. શ્રી પ્રેમવિજયજીના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. દીક્ષા પછી તરત ત્યાંથી તેઓ ભરુચ પધાર્યા અને ત્યાર પછી ચાતુર્માસ માટે પૂજ્ય ગુરુદેવો સાથે શિનોર ગામમાં જોડાઈ ગયા હતા.
પૂ. શ્રી દાનવિજયજી મહારાજ પોતાના શિષ્યો સાથે શિનોરથી વિહાર કરીને ભાવનગર પધાર્યા. ત્યાંથી ગુજરાત તરફ વિહાર કરતા તેઓ ડભોઈ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ માટે રોકાયા. તે દરમિયાન પૂ. મહારાજશ્રીએ ભગવતી સૂત્રના યોગોદ્વહન કર્યા અને વિ. સં. ૧૯૭૬ના કારતક વદ ૬ના રોજ એમને ગણિનું પદ આપવામાં આવ્યું.
ડભોઈથી પૂ. મહારાજશ્રી પોતાના તેજસ્વી શિષ્ય વ્યાખ્યાનકાર પૂ. શ્રી રામવિજયજી સાથે અમદાવાદ પધાર્યા. અહીં એક મોટું આંદોલન તેઓએ જગાવ્યું. એ ભદ્રકાળી માતાને ચડાવાતા બકરાના બલિને અટકાવવાનું હતું. એમાં તેઓને સફળતા મળી અને “પ્રેમ” અને “રામ”નાં નામ ઘરે ઘરે જવા લાગ્યાં હતા.
અમદાવાદથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વિહાર કરીને તેઓ કેટલાંક વર્ષે પાછા અમદાવાદ પધાર્યા. અહીં પૂ. મહારાજશ્રીને એમના દીક્ષાના અને ગણિપદના દિવસે જ એટલે કે કારતક વદ ૬ના દિવસે વિ. સં. ૧૯૮૧માં પંન્યાસ પદવી આપવામાં આવી.
અમદાવાદમાં પૂ. મહારાજશ્રીએ પોતાના શિષ્ય પ્રખર વ્યાખ્યાનકાર પૂ. શ્રી રામજવિયજી સાથે ત્રણ ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસનાં પ્રવચનોથી કેટલાયે યુવાનોને જેમ દીક્ષાનો રંગ લાગ્યો હતો તેમ એમનાં સ્વજનોમાં દીક્ષાનો વિરોધ જાગ્યો હતો. એમ છતાં પૂ. મહારાજશ્રીનું પુણ્યબળ એટલું મોટું હતું કે ઉગ્ર વિરોધ-વંટોળમાં પણ તેમને પૂરી સફળતા મળી હતી અને એમનો શિષ્ય સમુદાય મોટો થતો જતો હતો.
અમદાવાદથી વિહાર કરી પૂ. મહારાજશ્રીએ ખંભાત અને સુરતમાં ચાતુર્માસ કર્યા. ત્યાં પણ સંખ્યાબંધ યુવાનોએ દીક્ષા લીધી અને એમના સ્વજનોનો ભારે વિરોધ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org