________________
શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
૪૮૩
ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ લાયબ્રેરીના નિયામક શ્રી અનંતકૃષ્ણ અને પૂ. મહારાજશ્રી મળે ત્યારે પરસ્પર સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા. પૂ. મહારાજશ્રી ત્યાંની જૈન હસ્તપ્રતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમને લાગ્યું કે આ બધા સાહિત્યને સંપાદિત-પ્રકાશિત કરવાનું કામ એક માણસનું નથી. એ માટે દસ-પંદર મુનિઓને તૈયાર કરવા જોઈએ.
પૂ. મહારાજશ્રી એક વખત લાયબ્રેરીમાં હતા ત્યારે ગાયકવાડ નરેશ શ્રી સયાજીરાવ ત્યાં પધાર્યા. પૂજ્ય મહારાજશ્રી સાથેની વાતચીતથી તેઓ અત્યંત પ્રભાવિત થયા અને ત્યાર પછી તો લક્ષ્મીવિલાસ નામના રાજમહેલમાં પૂ. શ્રી દાનવિજયજી અને પૂ. મહારાજશ્રીનાં પ્રવચનો થયાં.
વડોદરા પછી ત્યાં પાસે જ આવેલા દરાપરા નામના ગામમાં પૂ. શ્રી દાનવિજયજી મહારાજે પોતાના શિષ્યો સાથે ચાતુર્માસ કર્યું. આપણને આશ્ચર્ય થાય કે આવા નાના ગામડાની પસંદગી તેઓએ ચાતુર્માસ માટે કેમ કરી હશે ! પરંતુ તે સપ્રયોજન હતી. એક તો પૂ. મહારાજશ્રીનો ત્યાં એકાન્તમાં અભ્યારા સારો થાય અને પાદરાથી આવતા ત્રિભુવન નામના એક દીક્ષાર્થી (ભવિષ્યના પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ) સાથે ગાઢ પરિચય થાય. પાદરાથી ધાર્મિક માસ્તર ઉજમશીભાઈ રજાના દિવસે પોતાના વિદ્યાર્થીઓને લઈને દરાપરા આવતા અને ત્યાં પૂજા ભણાવતા. એમાં ત્રિભુવન નામનો એક તેજસ્વી વિદ્યાર્થી આવતો હતો. સાત વર્ષની ઉમર સુધીમાં એણે પોતાનાં માતા-પિતા ગુમાવ્યાં હતાં. પિતાનું તો મુખ પણ જોયું નહોતું. દાદીમા પાસે તે ઊછરતો હતો. પૂ. દાનવિજયજી મહારાજને એનામાં એક મહાન આચાર્યનાં બીજ પડેલાં જણાયાં. કિશોર ત્રિભુવનને ત્યાગ-વૈરાગ્યનો રંગ લાગ્યો હતો, દીક્ષા લેવી હતી, પણ કુટુંબીજનોની સંમતિ મળે એમ નહોતી. એ ઉંમરે વડોદરા રાજ્યમાં દીક્ષા લઈ શકાય એમ નહોતી, કારણ કે ગાયકવાડી રાજ્યમાં બાવ-દીક્ષાનો પ્રતિબંધ હતો. પરંતુ પૂ. શ્રી દાનવિજયજી મહારાજ અને પૂ. શ્રી પ્રેમવિજયજી માહારાજની સંયમમાર્ગ માટે એવી પ્રબળ પ્રેરણા હતી કે આ બધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા માટે વિચાર કરીને તે પ્રમાણે ગાયકવાડી રાજ્યની હદ પૂરી થાય અને બ્રિટિશ રાજ્ય ચાલુ થાય એવા જૈનોનાં ઘર વગરના એકાના ગાંધાર તીર્થમાં પોતાના ચેલા પૂ. શ્રી મંગળવિજયજીને મોકલીને એમના હાથે કોઈપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org